૪ પ્રકાર ના ગજક બનાવો અને લોહરી ઉજવો

5 minute
Read

Highlights

ગજક બનાવવા છે પણ કૈક નવું કરવું છે? તો આ બ્લોગ માં તમને મળશે વિવિધ પ્રકારના ગજક જે તમારા પરિવાર જણોને ખુશી અને સ્વાદ આપશે. વધુ જાણવા વાંચો.



Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

ઠંડી આવતા ની સાથેજ મીઠાઈઓ અને તહેવારો ને આવકારવા આપડે તૈયાર થઇ જતા હોઈએ છીએ. એમનો એક ખાસ તહેવાર છે લોહરી, કે જેમાં જાત જાતની વાનગીઓ બનતી હોય છે અને લોકો ખુશી થી એને ઉજવે છે. ગજક એક એવી મીઠાઈ છે કે જ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ હોય છે. 

લોહરી નો તહેવાર શિયાળા નો અંત પાસે આવે ત્યારે કરવામાં આવે છે. લોહરી એ શિયાળા પછી લાંબા દિવસોના આગમનની ઉજવણી છે. પ્રાચીન સમયમાં લોહરી પરંપરાગત મહિનાના અંતે જ્યારે શિયાળાની અયનકાળ આવે ત્યારે ઉજવવામાં આવતી હતી. સૂર્ય ની ઉત્તર તરફની યાત્રા લીધે દિવસો લાંબા થતા જાય છે અને એટલેજ એને ઉજવવામાં આવે છે. 

ગજક અને એના જેવી અનેક મીઠાઓ બનાઇને એમનું સેવન કરવામાં આવે છે કારણ કે આ વાનગીઓ ના લીધે રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. શિયાળા માં ઠંડી ના લીધે શરીર ને વધારે શક્તિ ની જરૂર હોય છે. આ પ્રકારની વાનગીઓ એ જરૂરત પુરી પડે છે અને શરીર ને સ્વસ્થ રાખે છે. 

તો એવો એક નજર નાખીયે ગજક ના અલગ અલગ પ્રકાર ઉપર - 

તલ ગોળ ગજક  

તલ અને ગોળ એક એવી જોડી છે કે જેના અનેક ફાયદા છે. આ મિશ્રણ શરીરને ગરમ રાખે છે, વાળ અને ત્વચાની ગુણવત્તામાં વધારો કરે છે, હાયપરટેન્શન અથવા બ્લડ પ્રેશર ઘટાડે છે, હાડકાના સ્વાસ્થ્યને ફાયદો કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. તો પછી થઈને આ શિયાળામાં ખાવા લાયક શ્રેષ્ઠ વાનગી? 

તો ચાલો જાણીયે કે આ બનાવવા માટે તમને બીજી કઈ વસ્તુઓ ની જરૂર પડશે. તલ ગોળ ગજક બનાવવા માટે તમને જોઈશે સફેદ તલ ગોળ, પાણી, ઘી, ખાવાનો સોડા, નવશેકું ઘી અને પિસ્તા. આ વાનગી બનાવવાની રીત ઉપર ના વિડિઓ માં દર્શાવેલ છે. કેટલી માત્ર માં કઈ વસ્તુ લેવી અને કઈ રીતે બનાવવી એ બધું ધ્યાન રાખીને બનાવશો તો એક્દુમ સ્વાદિષ્ટ તલ ગોળ નું ગજક ચોક્કસ બનશે. 

માવા ગજક

માવો એ ડેરી પ્રોડક્ટ હોવાને કારણે એ વિટામિન ડી અને કેલ્શિયમનો કેન્દ્રિત સ્ત્રોત છે. હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી બે પોષક તત્વો છે. પરંતુ માવામાં કેલરી વધુ હોય છે. તેમાં ફેટ પણ વધારે હોય છે એટલે ખાવામાં થોડુંક ધ્યાન પણ રાખવું જરૂરી છે જ થી શરીર પાર ભાર ના પડે. 

તિલ માવો અથવા ખોયા ગજક આગ્રાની બીજી સુપર ડુપર સ્વાદિષ્ટ અને અધિકૃત ગજક રેસીપી છે જે બધાને પસંદ આવે છે. બધા ખાસ કરીને શિયાળા દરમિયાન બજારોમાં ઉપલબ્ધ ખાસ ગજક અને ચિક્કી ખાવાનો આનંદ માણે છે. આ સ્વાદિષ્ટ ગજક સામાન્ય રીતે વિવિધ શૈલીઓ અને પદ્ધતિઓ સાથે તૈયાર કરવામાં આવે છે. ઉપર આપેલ વિડિઓ માં એક સરળ રીતે છે જ જોઈને તમે ઘરે આ ગજક બનાવી શકો છો. 

કાજુ ગજક

જો તમને દિવાળી માં કાજુ કતરી ખાવી ગમતી હોય તો તમારે કાજુ ગજક તો ચોક્કસ ટ્રાઈ કરવુજ જોઈએ. કારણ કે આ બીજી એવી કાજુ ની બનેલી વાનગી છે કે જ તમને ખૂબ ભાવશે. અને બનાવવા માટે તમને જોઈશે કાજુ નો ભુક્કો, ખાંડ અને ઘી. ઘી માં ખાંડ ને સતત હલાવ્યા બાદ છાશની બનશે, જેમાં કાજુ નો ભૂકો મેળવ્યા બાદ બનશે કાજુ ગજક. 

સ્વાદ માં રિચ અને દેખાવ માં સુંદર આ ગજક બનતા બવ વાર પણ નથી લગતી. અને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. બસ છાશની બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ઉતાવળ ના કરવી. બરાબર સ્ટેપ્સ માટે ઉપર નો વિડિઓ જોઈને જ બનાવવા વિનંતી, જ થી સ્વાદ ઉત્તમ આવે. 

તલ ખાસ્તા ગજક

જો તમને ક્રન્ચી મીઠાઈ ગમે છે તો આ તમારા માટે બેસ્ટ છે. તલ અને ગોળ વડે બનાવેલ આ ગજક મીઠો અને ખાસ્તા હોય છે. અને બનાવવા માટે તલ, ખાંડ, ગોળ, અને તેલ ની જરૂર પડે છે. ખાંડ, પાણી અને ગોળ ને મેળવીને એક સરસ છાશની બનાવવાની છે. અને એ થાય ત્યાં સુધી તલ ને શેકીને રાખવાના છે. છાશની બને એટલે એને પાણી માં નાખીને તપાસી લેવી કે બરાબર થઇ છે અને પછી એને લોટ ની જેમ બાંધી ને તલ માં ભેળવી દેવાની છે. 

આ ઉપર બતાવેલ વિડિઓ માં તમને આખી રેસીપી સ્ટેપ વાઇસ જોવા મળી જશે. ધ્યાન થી વિડિઓ જોવો અને સ્વાદિષ્ટ તલ ખાસ્તા ગજક બનાવવો. 

એમાંથી જ પણ રેસીપી તમને અનુકૂળ હોય તે બનાવો. અને જો બધી બનાવી શકો તો તો કઈ વાંઘોજ નથી. આ લોહરી પર તમે તમારા પરિવાર અને મિત્રો સાથે એક સારો સમય બિતાવો અને આ સ્વાદીશ ગજક ની મજા લો એવી શુભકામના. 

Logged in user's profile picture