૫ નિયમો જે રાખશે તમારી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ ને મજબૂત
6 minuteRead
 
                                    
                                
દરેક વ્યક્તિના જીવન માં સંબંધ એક ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પછી એ પરિવાર સાથે નો હોય, મિત્ર સાથેનો હોય કે જીવન સાથી જોડે નો હોય. દરેક સંબંધ જીવન માં વિવિધ સ્વાદ ઉમેરે છે. પણ આજે આપડે ખાસ કરીને આપડા જીવન સાથી કે પછી લાઈફ પાર્ટનર સાથેના સંબંધ ની વાત કરવાના છીએ. એમાં પણ જયારે સંબંધ લોન્ગ ડિસ્ટન્સ હોય ત્યારે તો ખૂબ અઘરું થઇ જતું હોય છે.
તો આ પરિસ્થિતિ માં કઈ રીતે સંબંધ ને સાચવવો અને વધારે ગેહરો બનાવો એ પણ એક અદભુત કળા છે. તો જો તમે કોઈ એવા રિલેશનશિપ માં હોવો કે જેમાં તમારા બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ કે પછી લાઈફ પાર્ટનર તમારાથી દૂર રહેતા હોય તો આ બ્લોગ તમને ખૂબ મદદ કરશે. અમે તમારી સાથે શેર કરીશું ૫ એવા નિયમો કે જેને ધ્યાનમાં રાખીને તમે તમારા સંબંધ ને ટકાવી શકશો અને વધુ બેહતર બનાવી શકશો.
ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરો
જયારે તમે તમારા પાર્ટનર થી એટલા દૂર રહેતા હોવો કે તમે રોજ આમને સામને ના મળી શકો, ત્યારે સંબંધ ને સાચવવા માં ટેકનોલોજી ખૂબ મોટો ભાગ ભજવે છે. પેહલા ના જમાનામાં તો ચિઠ્ઠીઓ દ્વારાજ તમે વાત ચિટ કરી શકતા હતા. પરંતુ હવે ના સમય માં તો સોશ્યિલ મીડિયા, વિડિઓ કોલ અને ચેટ ના ઓપ્શન દ્વારા તમે તરત કોઈ ની પણ સાથે વાત કરી શકો છો. પછી ભલે એ વ્યક્તિ દુનિયાના બીજે છેડે કેમ ના બેઠું હોય?
તમારા સંબંધ માં આ વાત નું જરૂર ધ્યાન રાખવું કે તમે ટેકનોલોજી નો સદુપયોગ કરીને તમારી દૂરી ને ઓછી કરો. નિયમિત વાત કરતા રેવી, એક બીજાની દિન ચર્યા શેર કરવી, એક બીજાના હાલ ચાલ પૂછતાં રેહવું અને મહત્વપૂર્ણ બદલાવો વિષે માહિતી આપવી. જો ટેકનોલોજીનો હોવા છતાં તમે તમારા પાર્ટનર સાથે જોડાયેલા નથી રહેતા તો એ વસ્તુ તમારા પાર્ટનર ને દુઃખી કરી શકે છે અને તમારા સંબંધ પર એની અસર પડી શકે છે.
દૂર રહો પણ પાસે રહો
તમે એક બીજા થી દૂર રહો છો એનો મતલબ એ નથી કે તમે સાથે કઈ કરીજ નઈ શકો . જેમ આપડે પેહલા પોઇન્ટ માં જોયું કે ટેકનોલોજી હોવાના કારણે કેટલું બધું થઇ શકે છે, એમજ ટેકનોલોજી થી તમે ઘણું બધું સાથે પણ કરી શકો છો. સાથે નેટફ્લિક્સ પર મૂવી/સિરીઝ જોવી, ઓનલાઇન પઝલ સોલ્વ કરવી, ઓનલાઇન શોપિંગ સાથે કરવી, અને મનગમતી ઓનલાઇન ગેમ સાથે રમવી અને જેવી અનેક વસ્તુ તમે કરી શકો છો.
દરેક પ્રવૃત્તિ માટે એક નિર્ધારિત સમય તમે નક્કી કરી શકો છો જે થી બન્નેઓ વ્યક્તિ અનુકૂળ સમય એ જોડાઈ શકે. અઠવાડિયા માં એક કે બે વાર સાથે પ્રવૃત્તિ કરવાનો નિયમ લઈને તમે આ પ્રવૃત્તિઓ કરવાનું શરુ કરી શકો છો. થોડાક સમય માં તમે જોશો કે તમને એવું લાગવાનુંજ બંધ થઇ જશે કે તમે એક બીજાથી દૂર રહો છો.
ભરોસાપાત્ર બનો અને ભરોસો રાખો
લોન્ગ ડિસ્ટન્સ સંબંધ માં સૌથી મહત્વનો ભાગ ભરોસો ભજવે છે. એક બીજાથી દૂર હોવા છતાં એ ભરોસો હોવો અને ભરોસા પાત્ર વર્તન કરવું, એજ નક્કી કરે છે કે તમારો સંબંધ ક્યાં સુધી ટકશે. ભરોસાપાત્ર બનવા તમારા પાર્ટનર સાથે દરેક વાત શેર કરો, એમને શક થાય તેવી પ્રવૃત્તિઓ કરવાનું ટાળો. અને જો કોઈ પણ મૂંઝવણ હોય તો ખુલીને વાત કરો. એની સાથે તમારા પાર્ટનર પર ભરોસો રાખો અને તમને કોઈ સવાલ હોય તો પ્રેમ થી એમને પૂછી ને સોલ્યૂશન લાવો. ગાંઠો બાંધવાનું ટાળો કે જેથી આગળ જઈને બૌ મોટો ઝઘડો ના થાય.
એક બીજાને સરપ્રાઇઝીસ આપો
સરપ્રાઈઝ એવી વસ્તુ છે કે તે દરેક વ્યક્તિ ને ખુશ કરી દે છે. તમારા પાર્ટનર ને તમે થોડાક સમય એ કોઈ પણ પ્રકારની ભેટ આપવાનું રાખો. પછી એ ક્યારે કોઈ વસ્તુ પણ હોઈ શકે કે પછી એક સરપ્રાઈઝ વિઝિટ પણ. કોઈક ના દ્વારા કોઈક મેસેજ મોકલાવવો, ફૂલ મોકલાવવા કે પછી એમની કોઈ પણ મન પસંદ વસ્તુ મોકલાવીને તમે તમારો પ્રેમ એમને વ્યક્ત કરી શકો છો.
સંબંધ બન્યા બાદ પણ એને જીવંત રાખવા માં આવી નાની નાની વસ્તુ ખૂબ મોટો ભાગ ભજવે છે. જયારે તમે તમારા પાર્ટનર ને કોઈ પણ પ્રકાર ની ભેટ કે સરપ્રાઈઝ આપો છો તો એ દર્શાવે છે કે તમે હજુ પણ એમને દરેક ક્ષણે યાદ કરતાજ રહો છો અને આ ભેટ બસ એનીજ એક અભિવ્યક્તિ છે.
દરેક ટોપિક પર ખુલીને વાત કરો
વાત કરવાથી જ સોલ્યૂશન આવે છે, એ તો આપડે બધાએ સાંભળ્યુંજ છે. પણ જયારે અસલ માં વાત કરવાની આવે ત્યારે આપડે ગુસ્સો, દોષારોપણ અને ગેર જવાબદાર બની જઈએ છે. તમારા લોન્ગ ડિસ્ટન્સ સંબંધ ને ટકાવી રાખવા માટે એ ખૂબ જરૂરી છે કે તમે સભાન થઈને દરેક વાતચીત કરો. શારીરિક રૂપ થી દૂર હોવાના કારણે તમારે ઘણી વાર ફોન પર અજ ગંભીર વિષયો પાર વાત કરવી પડશે. ધીરજ રાખી અને ખુલીને જે પણ તમે ફીલ કરતા હોવ એ શેર કરો. તમારા સંબંધ ના ભવિષ્ય થી લઈને તમારા પારિવારિક બાબતો વિષે હોય કે પછી તમારા કૅરીયર અને ફાઇનાન્સ ની વાત હોય કે પછી ભાવનાઓ અને શારીરિક સંબંધ વિશેની વાત હોય, આ બધુજ તમારે ખુલીને શેર કરવું, વિના સંકોચ.
આ ૫ નિયમો ને ધ્યાન માં રાખીને ચાલશો તો તમારું જીવન અને તમારી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ સલામત રહેશે. કોઈ પણ સંબંધ ને લમ્બો સમય ટકાવવા માટે બનેઓ વ્યક્તિ નું યોગદાન ખૂબ જરૂરી છે, પછી એ લોન્ગ ડિસ્ટન્સ હોય કે ના હોય. તો પ્રયત્ન કરતા રહો અને તમારા સંબંધ માં મીઠાસ ભરતા રહો.
Write, Record and Answer! Consume Unlimited Content! All you need to do is sign in and its absolutely free!
Continue with one click!!By signing up, you agree to our Terms and Conditions and Privacy Policy.
 
                


 
                                 
                                     
                                     
                                     
                                     
                                    