દિવાળી ની ભેટ માટે ના 6 અદ્દભુદ આઈડિયા
6 minuteRead
 
                                    
                                
દિવાળી એ પ્રેમ, રોશની અને હાસ્યનો તહેવાર છે. દિવાળીની પ્રિય અને મહત્વપૂર્ણ પરંપરા છે, ભેટ એવી. જ્યારે મીઠાઈ અને ચોકલેટનું બોક્સ લોકપ્રિય પસંદગી છે; ભેટ આપવાના બીજા અન્ય વિકલ્પો પણ હોય છે. દિવાળી એ પ્રિયજનોને એકસાથે લાવવાનો, નવા બંધનો બનાવવાનો અને વર્તમાન સંબંધોને મજબૂત કરવાનો પ્રસંગ છે. હા, દિવાળીની તહેવારોની મોસમ સંસ્કૃતિથી લઈને પરંપરાઓ સુધી ઘણું બધું આપે છે.
જો તમે હજુ સુધી વિચારી રહ્યા હોવ કે દિવાળી માં ભેટ સુ આપી શકાય, તો આજે તમને એ સવાલ નો જવાબ મળી જશે. કારણ કે અમે લઈને આવ્યા છે એક લિસ્ટ, જેમાં દિવાળી માટેની અદભુત ભેટ શામેલ છે. તમારા જીવન સાથી થી લઈને તમારા ઘરના સૌથી નાના ટાબરિયાં ને આપી શકાય એવી અનેક સુંદર ગિફ્ટ નું લિસ્ટ જોવા ચાલો આગળ વાઢીયે,
દિવાળી લાઇટ્સ/સજાવટ માટેની લાઈટ્સ
રોશનીના આ તહેવાર પર, રોશનીથી વધુ સારી ગિફ્ટ બીજી સુ હોઈ શકે?
તમારા બજેટ અને અન્ય વ્યક્તિની રુચિના આધારે, તમે તેમને શણગારાત્મક લાઈટ્સ, નાની મીણબત્તીઓ, દીવો અથવા કોઈપણ પ્રકાશ આપતી વસ્તુ ની ભેટ આપી શકો છો. આ ભેટ માત્ર સુંદર જ નથી પરંતુ તેમના જીવનમાં તેજ ફેલાવવાનો તમારો ઈરાદો પણ દર્શાવે છે. લઈટ વાડી ગિફ્ટ આપવામાં બીજો ફાયદો એ છે કે તમે ખૂબ વેરાઈટી પણ મળી જશે. રંગ થી લઈને આકાર સુધી, વિવિધ પ્રકારની લઈટ માંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરીને એને ભેટ કરી શકો છો.
હોમમેઇડ મીઠાઈઓ/ચોકલેટ
ચોકલેટ્સ અને આપણી સ્થાનિક ભારતીય વાનગીઓ નો સ્વાદ એકદમ અદભુત હોય છે. દિવાળી એક ખુશીયો નો ત્યોહાર છે અને મીઠાઈ ખાઈને દરેક વ્યક્તિની ખુશી માં વધારોજ થાય છે. અને જયારે આ મીઠાઈ ઘરે બનેલી હોય તો એમાં પ્રેમ નો ઉમેર તે મીઠાઈ ને વધુ સ્વાદિષ્ટ બનાવવી દે છે.
શું તમે પણ ઘરે થોડી મીઠાઈ બનાવવાનું વિચારી રહ્યા છો? તો કેટલીક ઓનલાઈન રેસિપી અને ટ્યુટોરિયલ્સની મદદ લો. તેમાં થોડો સમય લાગે છે, પરંતુ આ જાતે બનાવવામાં, કંઈક નવું શીખવામાં અને ચારે બાજુ સ્મિત ફેલાવવામાં જ મજા છે તે બીજે ક્યાંય નથી. તમારા પ્રિયજનોને ભેટ આપવા માટે આ મીઠાઈઓ જારમાં અને મોહક બોક્સમાં પેક કરી શકાય છે.
તો પછી તૈયાર છો તમે? આ દિવાળી બીજાને ખુશીયો ની મીઠાઈ આપવા માટે?
ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો
આ ત્યોહાર ની ઉજવણી પણ અપડે પ્રદુષણ ને રોકવાના ધ્યેય ને ધ્યાન માં રાખીને કરીયે. એવી ભેટ શોધીએ કે અદ્દભુદ પણ હોય અને પર્યાવરણ ને નુકસાન પણ ના પોહોચાડે. દિવાળી માં પ્રદુષણ નો ફેલાવ એમ પણ ખૂબ વધારે હોય છે જેના કારણે વાતાવરણ નું સંતુલન ડોહળાઈ જાય છે. તો આ અસર ને ફરીથી સંતુલન માં લાવવા માટે આપડે એવી ભેટ નો ચુનાવ કરીયે કે જ પર્યાવરણ માટે સારી હોય. એમાં શામેલ થઇ શકે છે -
* પ્લાન્ટ્સ
* માટી ની મૂર્તિઓ
* ઈકો-ફ્રેંડલી અને નેચરલ પદાર્થ માંથી બનેલ કોસ્મેટિક્સ
* નાના બચ્ચાંઓ માટે એવા રમકડાં કે જ બામ્બૂ કે લાકડાના બનેલા હોય
* રંગોળી બનાવવા માટે ઈકો-ફ્રેંડલી રંગ
* ભણતા બાળકો માટે રિસાયકલ કરેલ કાગળ ની નોટબુક અને વાપર્યા પછી વાવી શકાય એવી પેન્સિલ
આ રીતે અન્ય પ્રકારની પર્યાવરણને અનુકૂળ ગિફ્ટ તમે આ દિવાળી પર લોકોને ભેટ માં આપી શકો છો.
એસેન્શીયલ ઓઇલ ડીફયુઝર
તહેવારોની મોસમમાં જાસ્મીન અને લવંડર ની સુગંધ થી સંતૃપ્ત ઘર કરતાં વધુ મોહક બીજું કંઈ હોઈ શકે નહીં. આ વર્ષે અરોમા ડિફ્યુઝર અથવા આવશ્યક તેલનો સેટ ભેટ આપીને તમારા પરિવાર જનોને ખુશ કરો. ભેટ તરીકે આવશ્યક તેલની સરસ બોટલ સાથે સુગંધિત દીવો આપવો ખૂબ જ સરસ છે. એસ્સએંટીઅલ ઓઇલ માં ઘણી બધી વેરાઇટિસ હોય છે જેમ કે, લવંડર, રોસે, લેમોન ગ્રાસ્સ, ઓરેન્જ, જાસ્મિન, લિલી, તુલીપ અને બીજી અનેક સુગંધ.
ફળો ની એક વાનગી
આ તમારા કુટુંબ અને મિત્રો માટે આરોગ્યપ્રદ અને આકર્ષક ભેટ વિકલ્પ છે. તમારે ફક્ત વાયર રેક, ફળો અને ખાંડની ચાસણીની જરૂર છે. આ માટે, એક તવાને ગરમ કરો અને ખાંડની ચાસણીમાં સમારેલા વિવિધ ફળોને પલાળી દો. જ્યાં સુધી ફળો અર્ધપારદર્શક ન થાય ત્યાં સુધી તમે તેમને ત્યાં રહેવા દો. પલાળેલા ફળોને તેની ઉપર ખાંડ છાંટતી વખતે ચમચીની મદદથી વાયર રેક પર રાખો. નાસપતી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, સફરજન, વગેરે જેવા ફળોનો ઉપયોગ આકર્ષક અનુભવ માટે કરી શકાય છે.
DIY વસ્તુઓ
આ કેટેગરી માં એવી બધી વસ્તુઓ આવશે કે જ તમે જાતે બનાવી શકો છો. હાથે બનાવેલી ભેટ કોને પસંદ ના આવે? જેટલો પ્રેમ હાથે બનાવેલી ભેટ માં હોય એટલો પ્રેમ તો બીજી કોઈ ભેટ માં ના હોઈ શકે. પણ હવે તમને સવાલ એ થશે કે તમે બનાવશો શું?
DIY ચાના પોટ, બાઉલ, લેમ્પ શેડ્સ, પેન હોલ્ડર વગેરેના અસંખ્ય વિકલ્પો છે જે ઘરે જ બનાવી શકાય છે. આ ભેટોને બનાવવાનો આનંદ લો, બાળકો સાથે તમારી જાતને સામેલ કરો અને બનાવો! શું બનાવી શકાય અને કેવી રીતે બનાવાય એની વધુ માહિતી માટે તમે યૂટ્યૂબ પર અન્ય વિડિઓ પણ જોઈ શકો છો. અને ત્યાર બાદ જે પણ રસ્તો તમને સરળ લાગે તે અપનાવી તમારી મન પસંદ ભેટ બનાવવાનું શરુ કરો.
અમે આશા રાખીએ છીએ કે આ ભેટ વિચારો તમને દિવાળીની અનોખી ભેટ શોધવાના તમારા કાર્યને સરળ બનાવશે અથવા તો તમારા પોતાના અન્ય સર્જનાત્મક વિચારો સાથે આવવા માટે તમને પ્રેરણા આપશે. આ ખુશીયોનો ત્યોહાર તમારા ઘરના દરેક પરિવર્જન ને પ્રેમ, ઉત્સાહ અને ઉમંગ થી ભરીદે એવી શુભકામનાઓ પાઠવીએ છેઅ.
Write, Record and Answer! Consume Unlimited Content! All you need to do is sign in and its absolutely free!
Continue with one click!!By signing up, you agree to our Terms and Conditions and Privacy Policy.
 
                


 
                                 
                                     
                                     
                                     
                                     
                                    