પ્રી-ડાયાબિટીસના 7 ચિહ્નો

7 minute
Read

Highlights તમને પ્રિડાયાબિટીસ છે કે નહિ એ જાણવાના સારા ૭ ચિન્હો. અને દ્વારા તમે જાણી શકો છો તમારા શરીર નું સુગર લેવલ વધી રહ્યું છે કે નહિ.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

જયારે તમારું બ્લડસુગર લેવલ નોર્મલ કરતા થોડુંક વધારે થઇ જાય, તે સ્ટેજ ને પ્રેડીયાબેટિસ કહેવામાં આવે છે. આ સમયે તમને ડાયાબિટીસ થયો નથી હોતો પણ થઇ શકવાની પુરી સંભાવના છે. જો જીવન શૈલીમાં પૂરતો બદલાવ લાવવામાં આવે તો પ્રેડીયાબેટિસ ને પણ ઉલટાવી શકાય છે. 

સૌથી પેહલા એ જાણવું બૌ મહત્વનું છે કે પ્રેડીયાબેટિસ ના લક્ષણો શું છે. પ્રેડીયાબેટિસ સ્ટેજ એની સાથે અમુક ચિહ્નો લઈને આવે છે. તમારા રોજ બરોજ ના જીવન માં જો તમને આ બદલાવ જોવા મળે તો સમજી જવું કે હવે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. જો કે કોઈ પણ નિર્ણય પર પોહોચતા પેહલા ડૉક્ટર ની સલાહ લેવી ખૂબ જરૂરી છે. 

તો ચાલો અપડે જાણીયે કે પ્રેડીયાબેટસ ના લક્ષણો શું છે - 

હંમેશા તરસ લાગ્યા કરવી 

જેમ જેમ શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધે છે, તેમ પાણીની ખોટ નિયમિતપણે થાય છે. આનાથી વધુ ડિહાઇડ્રેશન થઈ શકે છે જેના લીધે વ્યક્તિ ને હંમેશા તરસ લાગે છે. જો તમને સામાન્ય કરતા વધારે તરસ લાગવાનું અચાનક શરુ થઇ જાય તો એ પ્રેડીયાબેટિસ ની એક નિશાની પણ હોઈ શકે છે. આ ધ્યાન માં આવતાજ તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી પગલાં ભરવા.

વધારે થાક લાગવો

આમતો થાક લાગવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. પણ જો કોઈ પણ કારણ વગર તમને વારંવાર થાક લાગ્યા કરે તો કદાચ એ પ્રેડીયાબેટસ ની નિશાની હોઈ શકે છે. હાઈ બ્લડ ગ્લુકોઝ લોહીના પરિભ્રમણને ધીમી બનાવે છે. તેથી કોષો ને જરૂરી ઓક્સિજન અને પોષક તત્વો મેળવી શકતા નથી. તે ઉપરાંત ઓછી ખાંડનું પ્રમાણ પણ ડાયાબિટીસ થાકનું કારણ બને છે, કારણ કે જ્યારે ગ્લુકોઝ લેવલ ઓછું હોય છે, ત્યારે કોશિકાઓ પાસે સારી રીતે કામ કરવા માટે પૂરતું બળતણ હોતું નથી.

હંમેશા ભૂખ લાગવી 

આપડા શરીર માં પેન્ક્રીઆસ (સ્વાદુપિંડ) નામક અંગ ઈન્સુલિન નામનું પદાર્થ ઉત્પન્ન કરે છે. તંદુરસ્ત શરીરમાં, ઇન્સ્યુલિન તમે જે ખાઓ છો તેને ઊર્જામાં ફેરવવાનું કામ કરે છે. જ્યારે તમે ભોજન કરો છો, ત્યારે તમારા બ્લડ સુગરનું સ્તર વધે છે. આ સ્વાદુપિંડને ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા અને તેને લોહીના પ્રવાહમાં છોડવા માટે ઉત્તેજિત કરે છે, જ્યાં તે ગ્લુકોઝને તમારા સ્નાયુઓ, ચરબી અને યકૃતના કોષોમાં દાખલ કરવામાં મદદ કરે છે. જરૂર પડે ત્યાં સુધી આ ઉર્જાનો ઉપયોગ અથવા સંગ્રહ કરવામાં આવે છે.

ડાયાબિટીસ સાથે, ઇન્સ્યુલિન કાં તો યોગ્ય રીતે કામ કરતું નથી, અથવા શરીર પૂરતું ઉત્પાદન કરતું નથી. જરૂરી ઇન્સ્યુલિન વિના, બ્લડ સુગર લોહીના પ્રવાહમાં રહે છે, જેનાથી સ્નાયુઓ અને શરીરના અન્ય કોષો ને જરૂરી ઊર્જા મળતી નથી. ઉર્જાના અભાવને કારણે શરીર ને ભૂખ લાગવાનો અનુભવ થયા કરે છે. 

વારંવાર પેશાબ લાગ્યા કરવી

જો તમને લાગે કે તમે તાજેતરમાં વધુ વખત બાથરૂમમાં જાવ છો, તો આ એક નિશાની હોઈ શકે છે કે તમારા શરીર પર ડાયાબિટીસ દસ્તક આપવાનું છે. ડાયાબિટીસ ધરાવતા લોકોના લોહીમાં સામાન્ય રીતે વધારે ગ્લુકોઝ હોય છે, જે કિડનીમાંથી બહાર નીકળીને પેશાબમાં જાય છે. 

જ્યારે તમારી કિડની ની હદ આવી જાય છે ત્યારે વધારાનું ગ્લુકોઝ તમારા પેશાબમાં વિસર્જન થાય છે અને  તમારી પેશીઓમાંથી પ્રવાહી સાથે ખેંચાય છે. જેના લીધે તમને તરસ પણ વધારે લાગે છે. જેમ જેમ તમે તમારી તરસ છીપાવવા માટે વધુ પ્રવાહી પીશો, તેમ તમે વધુ પેશાબ કરશો.

ઝાંખી દ્રષ્ટિ

ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિમાં, લોહીમાં ઊંચા સુગર લેવલ ના કારણે આંખની અંદર અને બહાર પ્રવાહી જઈ શકે છે, જેને હાઈપરગ્લાયસીમિઆ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના કારણે આંખના લેન્સ ફૂલી શકે છે.

અચાનક વજન ઘટી જવું 

ડાયાબિટીસ ધરાવતા લોકોમાં, અપૂરતું ઇન્સ્યુલિન ગ્લુકોઝને શરીરના કોષોમાં પ્રવેશતા અટકાવે છે. જ્યારે આવું થાય છે, ત્યારે શરીર ઊર્જા માટે ચરબી અને સ્નાયુઓ બર્ન કરવાનું શરૂ કરે છે, જેના કારણે શરીરના એકંદર વજનમાં ઘટાડો થાય છે. ગ્લુકોઝ શરીર માટે એનર્જી નો એક મહત્વનો સ્તોત્ર છે. જયારે એ માધ્યમ થી શરીર ને એનર્જી નથી મળતી ત્યારે તે બીજા માધ્યમો થી ઉર્જા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને કામ ચલાવે છે.

ઘાવ ભરાતા વાર લાગવી 

જેમ આપડે ઉપર ના પોઈન્ટ્સ માં જોયું કે પ્રેડીયાબેટસ ની સ્થિતિ માં ઈન્સુલિન શરીર ના ગ્લુકોઝ ને ઉર્જા માં પરિવર્તિત નથી કરી શકતું. જયારે આમ થાય છે ત્યારે શરીર ને જરૂરી ઉર્જા નથી મળતી અને સાથેજ ગ્લુકોઝ લેવલ પણ વધતું જાય છે. આ બનેઓ કારણો ના લીધે શરીર ની હિલ કરવાની શક્તિ ધીમી પડી જાય છે. એટલે જો તમારા ઘા ને રૂઞ આવતા સામાન્ય કરતા વધુ સમય લાગે તો જરૂર ડૉક્ટર પાસે ચકાસણી કરાવવી. એનું કારણ કદાચ ડાયાબિટીસ પણ હોઈ શકે છે. 

પૂર્વ-ડાયાબિટીસને ઉલટાવવા માટે જીવનશૈલીમાં ફેરફાર

પ્રેડીયાબેટસ ના લક્ષણો દેખાતા તરત ડૉક્ટર પાસે જવું તો જરૂરીજ છે, પરંતુ એની સાથે જીવન શૈલી માં પણ ફેરફાર કરીને તમે સ્વાસ્થ્ય પર કામ કરી શકો છો. કસરત કરવી, વજન ઘટાડવું અને શાકભાજી ખાવા થી ડાયાબિટીસ આવતો અટકી પણ શકે છે. કાર્બોહાઇડ્રેટ્સ  આપતી વાનગીઓ ને મર્યાદા માં ખાવી. કારણકે દરેક પ્રકાર ના કાર્બોહાઇડ્રેટ્સ અંતે તો ગ્લુકોઝ નોજ રૂપ લે છે. કડવા શાકભાજી ના જુઈસ પીવા જેથી શરીર નું સુગર લેવલ સંત માં રહે છે. 

ડાયાબિટીસ વાળું જીવવાં જીવવું ખૂબ અઘરું સાબિત થતું હોય છે. તેથી હંમેશા સતર્ક રેહવું અને જયારે પણ પ્રેડીયાબેટસ ની નિશાનીઓ દેખાય ત્યાર થીજ પોતાની જીવન શૈલી માં બદલાવ લાવવાના શરુ કરી દેવું. ડૉક્ટર ની સલાહ અને તમારી કાળજી તમને ડાયાબિટીસ જેવા પીડાદાયક રોગ થી મુક્ત કરી શકે છે. 

Logged in user's profile picture