ઝડપ થી ન્યૂ યર અને ક્રિસ્મસ પાર્ટી પ્લાન કરવાના આઈડિયા
6 minuteRead
 
                                    
                                
ડિસેમ્બર મહિનો આવી ગયો છે અને એની સાથે આવશે નવું વરશ અને ક્રિસ્મસ પણ. ૨૫ ડિસેમ્બર એ ઉજવવામાં આવતી ક્રિસ્મસ માં ઘણા બધા લોકો પાર્ટી રાખતા હોય છે અને મિત્રો તથા સગાઓ ને બોલાવે છે. તો જો તમે પણ એવું વિચારી રહ્યા હોવો કે એક પાર્ટી રાખવી છે, તો અહીંયા તમને મળશે ખૂબ અનોખા આઈડિયા કે જેનાથી તમે બનાવી શકશો તમારી પાર્ટી ને શાનદાર.
તમે આ આઈડિયા માં તમારો વિચાર ઉમેરીને એક એવી પાર્ટી પ્લાન કરી શકો છો કે જ તમને અને તમારા ગેસ્ટ ને આવતા વર્ષ સુધી યાદ રહે. તો ચાલો, જોઈએ કે પાર્ટી પ્લાન કરવાના શ્રેષ્ઠ ઉપાયો શું છે -
પોટલક પાર્ટી પ્લાન કરો
જો તમને એવું જોઈતું હોય કે તમારા ગ્રુપ માંથી દરેક વ્યક્તિ ના હાથ ની કોઈક વાનગી બધાને ચાખવા મળે તો પોટલક પાર્ટી શ્રેષ્ઠ છે. પોટલક પાર્ટી એટલે કે દરેક વ્યક્તિ કોઈ પણ એક વસ્તુ પોતાના ઘરે થી બનાઇને લાવે અને પછી બધા સાથે બેસીને ખાવાનું ખાય જેમાં વિવિધ પ્રકાર ની વાનગીઓ હોય. આમ કરવાંથી એક વ્યક્તિ ઉપર બધો ભાર પણ ના આવે અને અલગ અલગ પ્રકાર ની વાનગીઓ પણ ચાખવા મળે.
આવી પાર્ટી કરતી વખતે સૌથી શ્રેષ્ઠ વસ્તુઓ તમે રાખી શકો, જેમ કે, પાણી પુરી, ભેળ, ભાજી પાવ, છોલે પુરી, પિઝા, પાસ્તા કે પછી બીજું કઈ પણ જે તમારા ગ્રુપ ના લોકો પસંદ કરતા હોય. વિવિધ વાનગીઓ થી અલગ પ્રકાર નું માહોલ બનશે અને ભોજન માં બધાને ખૂબ આનંદ આવશે. તો આ નવા વરશ ના સેલિબ્રેશન માં ચોક્કસ થી આ ટ્રાય કરજો અને બધા ને આનંદ આપજો.
એક થીમ પાર્ટી પ્લાન કરો
એક સામાન્ય પાર્ટી કદાચ કાંટાળા જનક પણ થઇ શકે છે. એને મઝેદાર બનાવવા માટે તમે એક થીમ નક્કી કરી શકો છો. થીમ કોઈક રંગનો પણ હોઈ શકે છે, જેમ કે બધા એવું નક્કી કરી શકે છે કે કાળો રંગ કે પછી લાલ રંગ પહેરશે. કે પછી એવું પણ નક્કી કરી શકે છે કે કોઈ મુવી ના પાત્રો ની જેમ તૈયાર થઈને આવશે. બોલીવુડ થીમ પાર્ટી પણ આજકાલ ખાસ્સી ચાલી છે. આ પાર્ટી માં લોકો પોતાના લોકપ્રિય કલાકાર ની જેમ તૈયાર થઈને આવે અને એમના થોડાક ડાયલોગ બોલે.
બૉલીવુડ ની જેમ કોઈ કાર્ટૂન કેરેકટર ની જેમ પણ તમે તૈયાર થઈને આવવાનું થીમ રાખી શકો છો. જો તમને વધુ મજેદાર પાર્ટી કરવી હોય તો આપડે નાનપણ માં જેમ ફેન્સી ડ્રેસ સ્પર્ધા રાખતા હતા એવી પણ કોઈ થીમ રાખી શકાય. આનાથી તમારી પાર્ટી તો મજેદાર બંશેજ પણ મેહમાન આવશે એ લોકો ને પણ ખૂબ અજ મજા આવશે.
ગેમ્સ રમવાનું પ્લાન કરો
ઘણી બધી વાર એવું થાય છે કે પાર્ટી માં આવ્યા બાદ મેહમાન ને ઘરે જવાની જલ્દી હોય છે. અને એવું એટલે થાય છે કારણ કે એમને ત્યાં મજા નથી આવતી. મજા ના આવવાનું મુખ્ય કારણ એ છે કે કઈ પ્રવૃત્તિ નથી હોતી. કરવા માટે કોઈ પ્રવૃત્તિ ના હોય એટલે લોકો ને એમ થાય કે ઘરે પાછા જતા રહીયે. જો તમે તમારી પાર્ટી માં રમત રાખશો તો લોકો નું ધ્યાન એમાં રહેશે અને એમને મજા પણ આવશે.
હવે ગેમ માં તમે હાઉસી, ડમ્બ શેરડસ, અંતાક્ષરી, કે પછી બોર્ડ ગેમ્સ પણ રાખી શકો છો. થોડીક રમતો રમ્યા બાદ તો કઈ નવું ના સુજે તો થોડોક ડાન્સ પણ કરી લેવાય. મજા નું સંગીત લગાવીને ડાન્સ કરવાથી વાતાવરણ અત્યં મોજીલું બની જાય છે અને દરેક વ્યક્તિ ને આનંદ આવે છે.
ડેકોરેશન થીજ લોકોને મોહિત કરી દો
કોઈ પણ પાર્ટી નું સૌથી મહત્વનું પાસું એનું ડેકોરેશન હોય છે. જો તમારા ઘરે કે પછી જ્યાં પણ તમે પાર્ટી રાખવાના છો ત્યાંનો શણગાર તમે ઉત્તમ કરશો તો લોકો આવતા ની સાથે વખાણ કરવા માંડશે. નવા વરશ અને ક્રિસ્મસ ની પાર્ટી માં શણગાર કરવા માટે તમે ફુગ્ગા, ક્રિસ્મસ નું ઝાડ, ચોકલેટ, સાન્તા કલોસ, સ્ટાર, અને લાઈટ નો પ્રયોગ કરી શકો છો.
તમે કોઈ વ્યક્તિ ને સાન્તા કલોસ નો વેશ પહેરાવીને ઉભો રાખશો તો પાર્ટી વધુ શાનદાર લાગશે. આ વ્યક્તિ જયારે આમ તેમ ફરશે અને લોકોને ચોકલેટ આપશે અને એમની સાથે મસ્તી કરશે તો પાર્ટી માં આવેલા દરેક વ્યક્તિ નું ધ્યાન એની તરફ દોરાશે અને લોકો મજાથી એ સાન્તાકલોઝ સાથે ફોટા પડાવશે અને હાથ મિલાવશે.
ખાવાનું બનાવની ઝનઝટ ના કરો
જો તમને ખાવા બનાવવાની કોઈ ઝનઝટ જોઇતીજ ના હોય તો સૌથી શ્રેષ્ઠ ઓપ્શન એ છે કે તમે બહાર થી ખાવાનું મંગાવી લો અને ઘરે બેસીને મજા કરો. ડિસેમ્બર મહિના માં રાજાઓ હોવાના કારણે લોકો બાર જમવા ખૂબ જાય છે, જેના લીધે હોટેલો માં હંમેશા ભીડ અજ રહે છે. જો તમારે ભીડ થી બચવું હોય પણ બહાર નું ખાવાનું ખાવું હોય તો હોમ ડિલિવરી કરાવી લો.
તમારા મિત્રો ને ઘરે બોલાવો, શાંતિ થી રમતો રમો, વાતો કરો, કે પછી મુવી જોવાનો પ્લાન કરો. બાર થી ખાવાનું આવશે તો તમને લોકોને સાથે રહેવાનો સમય વધારે મળશે અને તમારે કામ કરતા રેહવું નહિ પડે. તૈયાર ખાવાના સાથે પણ પાર્ટી કરવું એક સરળ ઉપાય છે.
આ બધાજ આઈડિયા પેહલા પણ ઘણા બધા લોકો એ અપનાવેલા છે અને એમની પાર્ટી ખૂબ આનંદદાયક રહેલી છે. તો બેજિજક થઈને અને અમલ માં મુકો અને નવા વરશ નું ધૂમ ધામ થી સ્વાગત કરો.
તો હવે તમે આઈડિયા તો જાણી લીધા, પ્લાન કરવાનું શરુ કરી દો!
Write, Record and Answer! Consume Unlimited Content! All you need to do is sign in and its absolutely free!
Continue with one click!!By signing up, you agree to our Terms and Conditions and Privacy Policy.
 
                


 
                                 
                                     
                                     
                                     
                                     
                                    