નવી દુલ્હનો ને ધ્યાન રાખવાની બાબતો
6 minuteRead
 
                                    
                                
શું તમારા લગન થવા જય રહ્યા છે, કે તમારી કોઈ મિત્ર ના? તો આ બ્લોગ માંથી તમને મળશે અમુક હેલ્પફુલ ટિપ્સ જેનાથી તમારો સ્પેશ્યલ દિવસ બનશે વધુ સરળ અને મજાનો. તો વાંચો અને તમારા લગન ના દિવસ ને બનાવો બેસ્ટ.
લગન માં ઘણી બધી વસ્તુઓ એક સાથે ચાલતી હોય છે. એ સમય એ એક દુલ્હન એ શું ધ્યાન રાખવું અને શું ધ્યાન ના રાખવું એની મૂંઝવણ ઉભી થતી હોય છે. તો દરેક નવી દુલ્હનો ની મદદ કરવા અને એમનો આ દિવસ સુખમય અને સરળ બનાવવા આ ૧૦ વસ્તુઓ નું ધ્યાન રાખી શકાય.
આ વસ્તુઓ ચોક્કસ કરવી
સવાર ની શરૂઆત સારી રાખજો
આપડે ત્યાં એવું કહેવાય છે કે જો સવાર ની શરૂઆત સારી થાય તો આપડો આખો દિવસ સરસ જાય છે. તો જ પણ દિવસે તમારા લગન હોય એ દિવસે તો ખૂબ ધ્યાન રાખવું કે તમારી સવાર ની શરૂઆત શાંતિ અને ખુશી થી થાય. એનાથી તમે જોશો કે તમારો આખો દિવસ ખૂબ આનંદમય અને સ્ફૂર્તિ થી પસાર થઇ જશે. યોગા, ધ્યાન કે પછી માત્ર ૧૦-૧૫ મિનિટ માટે બગીચા માં ચાલવા ની પ્રવૃત્તિ પણ તમને એક સારી સવાર આપશે.
ખાવા પીવાનું ધ્યાન રાખો
લગન ના દિવસે ખૂબ કામ હોવાના કારણે ઘણી વાર ભૂખ્યા રહીને ઘણી દુલ્હનો કામ માં વ્યસ્ત રહે છે. આ ભૂલ બિલકુલ ના કરવી. કારણ કે ભૂખ્યા રહેવાના કારણે તમને અશક્તિ આવી શકે છે કે પછી ચક્કર પણ આવી શકે છે. અને ના ખાવાની અસર તમારા ચેહરા પાર પણ દેખાઈ શકે છે. તો ફ્રેશ રહેવા માટે અને ફુર્તી થી દિવસ પસાર કરવા માટે એ ધ્યાન રાખો કે તમે બરાબર માત્ર માં ખોરાક લેતા રહો.
પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહો
લગન એક એવો પ્રસંગ છે કે જ્યાં તમને પરિવાર અને મિત્રો ના સાથ ની સૌથી વધારે જરૂર હોય છે. બધા કામ ની વચ્ચે થોડોક સમય પોતાના માતા પિતા અને નજીકના મિત્રો સાથે પણ વિતાવો જરૂરી છે. આ પ્રસંગ ને પાર પાડવાની માથામાં લાગેલા દરેક સદસ્ય ને પ્રેમ નો અનુભવ અપાવતા અમુક યાદગાર પળો આખું જીવન બદલી દે છે. તો વ્યસ્ત દિવસ માં એ યાદગાર પળો બનાવવાનો પ્રયાસ હંમેશા કરતા રહો.
મેકઅપ આર્ટિસ્ટ સાથે પહેલેથી વાત કરો
તમારો મેકઅપ કેટલા વાગે થશે અને કેટલો સમય લાગશે એ બધું પહેલેથી નક્કી કરી નેજ રાખો. તમારા બ્લાઉઝની સ્ટાઈલ પ્રમાણે નક્કી કરો કે મેકઅપ કે ડ્રેસિંગ પહેલા કરવામાં આવશે. મેકઅપ કરવા માટે કઈ કઈ વસ્તુઓ ની જરૂર પડશે અને કેટલી જગ્યા જોઈશે એ પણ જાણી લો. જો તમે પારલર જવાના હોવ તો ઉત્તમ, પણ જો તમારા મેકઅપ આર્ટિસ્ટ ઘરે આવી રહીયા હોય તો એની માટે એક જગ્યા નક્કી કરી રાખો.
ફોટોગ્રાફર સાથે સમય નક્કી કરીને રાખો
તમારે ક્યારથી ફોટોશૂટ શરુ કરવો છે એની ચોખવટ ફોટોગ્રાફર અને વીડિઓગ્રાફર સાથે કરી લો. મેકપ શરુ થાય ત્યારથી કે પછી, એના પેહલા તમારા લહેંગા નો અલગ થી શૂટ કરવાનો છે એ બધું નક્કી કરી લેવું. ઘણી વાર એવું થતું હોય છે કે મેકુપ થયા બાદ અને તૈયાર થઇ ગયા પછી ફોટોગ્રાફર આવતા હોય છે તો એકલા લહેંગા નો ફોટો લેવાનો રહી જાય છે. તો તમારી જે પણ જરૂરિયાત હોય તેને પહેલેથી સમય સાથે જણાવી દેવી.
આ વસ્તુઓ ના થાય એનું ધ્યાન રાખવું
ટેન્શન ન લેવું અને ગભરાવું પણ નહીં
લગન નો દિવસ ખૂબ મહત્વનો દિવસ હોય છે. તે દિવસે મનમાં ઘણું કામ અને ભાવનાત્મક પાસાઓ પણ ચાલતા હોય છે. આવી સ્થિતિ માં ગભરાઈ જવું કે પેનિક થઇ જવું સામાન્ય છે. પણ તમે એની પૂર્વ તૈયારી કરી લેજો કે જો તમે સ્ટ્રેસ માં આવી જાઓ છો તો તમે શું કરશો. એવા લોકો તમારી આજુ બાજુ રાખો કે જે તમને શાંત કરી શકે અને પ્રેમથી વાતાવરણ હળવું કરી દે. ગભરામણ થતાંજ થોડાક ઊંડા શ્વાસ લો. આમ અલગ અલગ પદ્ધતિ થી પોતાની જાતને શાંત રાખો અને સરળતા થી દિવસ ને પસાર કરો.
મેકુપ રૂમ માં બૌ ભીડ ના કરો
તમે જ્યાં પણ તૈયાર થઇ રહ્યા છો ત્યાંનું વાતાવરણ શાંત રાખો. મેકુપ રૂમ હોય કે પછી તૈયાર થવાનો સમય, જરૂરિયાત પૂરતા ૩-૪ લોકોનેજ અંદર રાખો. ૧૦-૧૫ લોકો તમારી આજુ બાજુ ફરતા હશે અને તમારી સામે જોયા કરશે તો તમને અસ્વસ્થતા મેહસૂસ થઇ શકે છે. એક વાર તમે તૈયાર થઇ જાઓ પછી બીજા બધા લોકોને મળીને એમની સાથે ફોટા પડાવી શકો છો.
એવું ખાવાનું ના ખાઓ જેનાથી પેટ ગડબડ થાય
લગન ના દિવસ દરમ્યાન ખાવું ખૂબ જરૂરી છે જેથી સ્ફૂર્તિ રહે, પરંતુ એવું ખાવાનું ના ખાઓ કે જેનાથી તમારું પેટ બગાડવાની સંભાવના રહે. વધારે ભારી, તેલ વાળું કે પછી અપચો થાય એટલું બધું ના ખાઓ. એક વાર તમે તૈયાર થઇ જશો પછી બાથરૂમ જવું અઘરું પડશે અને લગન ની વિધિ માં પણ સમય લાગે છે, તો એ દરમ્યાન અસુવિધા ના થાય તે માટે ધ્યાન રાખીને ઓછી માત્રામાં અને હલકું ખાવાનું ખાઓ.
હેર સ્ટાયલિસ્ટ ઉપર બધું ના છોડો
તમારે કઈ પ્રકાર ની હૈરસ્ટીલ જોઈએ છે અને એની માટે વાળ ધોવા કે કોરા રાખવા એ બધું પહેલેથી નક્કી કરી લો. જો તમને ખબર ના પડતી હોય તો હેર સ્ટાયલિસ્ટ સાથે વાત કરો અને પછી એ પ્રમાણે તૈયાર થાઓ.
મનમાં કોઈ મૂંઝવણ ના રાખો
તમારો આખા દિવસ નો પ્લાન પહેલેથી નક્કી કરીને રાખો જેથી તમને મન માં કોઈ મૂંઝવણ ના રહે. તમે કેટલા વાગે ક્યાં જશો અને તૈયાર થવામાં કેટલો સમય લાગશે, એ બધીજ વાતો ધ્યાન માં રાખીને એક શેડ્યુલ બનાવો અને એ પ્રમાણે ચાલો. તમારા મેકપ આર્ટિસ્ટ, હેર સ્ટાયલિસ્ટ અને ફોટોગ્રાફર સાથે બધા શેડ્યુલ શેર કરો.
આશા છે કે તમારો લગન નો દિવસ ખૂબ સુંદર જશે અને તમે એ દિવસ ને યાદગાર બનાવવાનો પુરે પૂરો પ્રયત્ન જે કર્યો છે તે સફળ થશે. આ ટિપ્સ ને પોતાના જીવન માં અમલ માં મુખ્ય બાદ બીજી બધી દુલ્હન સાથે પણ શેર કરવાનું ના ભૂલતા.
Write, Record and Answer! Consume Unlimited Content! All you need to do is sign in and its absolutely free!
Continue with one click!!By signing up, you agree to our Terms and Conditions and Privacy Policy.
 
                


 
                                 
                                     
                                     
                                     
                                     
                                    