ફ્કત ૧૦ મિનિટમાં બનાવો સવારનો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો- ઓટ્સના ચીલા
4 minuteRead
આજકાલ દરેક વ્યક્તિ હંમેશા સ્વસ્થ વિકલ્પોની શોધમાં હોય છે. અમે અહીં આવી જ એક એવી રેસીપી લઈને આવ્યા છીએ જે તમારા હૃદય અને આંતરડા માટે માત્ર હેલ્ધી જ નહીં પણ સુપર ટેસ્ટી પણ છે અને બહુ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. હમણાં જ આગળ વાંચો
(You can read this Blog in English here)
- રુચિ શર્મા
પૌષ્ટિક આહાર એ આજના જન જીવનમાં પાયાની જરૂરિયાત બની ગઇ છે. કારણકે, પૌષ્ટિક ખોરાક એ જ સ્વસ્થ અને રોગમુક્ત જીવનનો આધાર છે. પણ, પૌષ્ટિક આહાર ફ્કત બાફેલા શાક ભાજી અને ફળો સુધી સિમિત ન રાખતાં અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થોના ઉપયોગ કરી વિવિધ સ્વાદ અને પોષણ બંને ગુણો નો સમવેશ કરતી વાનગીઓને પણ આવરી લેતો હોવો જોઈએ. અમે તમારા માટે સવારના અથવા મધ્ય-સાંજના નાસ્તા માટે એક પરફેક્ટ હેલ્ધી સોલ્યુશન શોધી કાઢ્યું છે જે તમામ યોગ્ય ઘટકો- ઓટસ, દહીં અને જૈતુનના તેલ - ધરાવે છે. ઓટમીલ એ એક સંપૂર્ણ સ્વસ્થ ખોરાક છે જે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે સાથેજ તે તમારા પેટ ને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને આમ વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ચાલો નિયમિત ઓટમીલ-દૂધના આહારમાંથી થોડો વિરામ લઈએ અને નાસ્તામાં મોંમાં પાણી આવી જાય તેવા ઓટસના પૂડા બનાવીએ. અહીં પ્રસ્તુત છે સ્વાદિષ્ટ ઓટસના ચીલા રેસીપી!
પ્રમાણ: ૨ પુડા (ન બહુ નાના કે ના બહુ મોટા)
તૈયારીનો સમય: ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૧૦મિનિટ
સામગ્રી
ઓટ્સ : ૧ કપ
રવો : ૧ ટેબલસ્પૂન
દહીં : ૯૦ ગ્રામ
બારીક સમારેલા મરચાં :૧
બારીક સમારેલી ડુંગળી : ૧
મીઠું : સ્વાદાનુસાર
કાળી મરી : સ્વાદાનુસાર
ઓલિવ ઓઈલ : ૧ ટેબલસ્પૂન
પાણી : જરૂર મુજબ
વાનગી
૧. દહીં, ઓટ્સ અને રવાને એક વાટકામાં લઇ મિક્સ કરો.
૨. ઘટાશ પડતું ખીરું તૈયાર કરવા આવશ્યકતા અનુસાર પાણી ઉમેરો. ખીરું તૈયાર કરતી વખતે તેમાં કોઇ ગાંગડા ન રહી જાય તેનું ધ્યાન રાખવું.
૩. ખીરામાં મસાલા, ડુંગળી અને મરચાં ઉમેરી, સારી રીતે ભેળવી દો.
૪. ખીરાને થાળી અથવા પ્લાસ્ટિક રૅપથી ઢાંકી ૧૫ મિનિટ સેટ થવા મૂકી દો.
૫. ગેસને મધ્યમ આંચ પર રાખી, એક નૉન-સ્ટિક પૅન લો.
૬. પૅનમા એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી તેને પેનની સપાટી પર ફેલાવી દો
૭. તૈયાર કરેલા ખીરામાંથી અડધું પ્રમાણ લઇ તેને પૅનની સપાટી પર એક સમાન ફેલાવી દો.
૮. સ્પેટુલાની મદદથી કિનારી ઉપાડીને પુડાની નીચેની બાજુ રધાવા આવી છે કે કેમ તે તપાસો.
૯. ત્યારબાદ તેની ઉપર થોડુંક તેલ નાખી, તેને તૈયાર થવા દો.
૧૦. પુડો એક તરફથી તૈયાર થઈ ગઈ હોય તેવું લાગે ત્યારે તેને પલટાવી દો.
૧૧. તેને બન્ને બાજુથી હળવો સુંવાળા રંગનો થાય ત્યારે એક થાળીમાં કાઢી લો.
આ જ રીતે, અન્ય ધણા ધાન અને મસાલાઓના મિશ્રણથી વિવિધ પ્રકારના પુડા બનાવો! તેને સરસ ધાણા-ફૂદીનાની ચટણી અથવા કેરી-પુદીનાની ચટણી અથવા ઇમલી ચટણી સાથે સર્વ કરો. તમે તમારા નિયમિત કેચઅપ સાથે પણ તેનો આનંદ માણી શકો છો.
અમે આશા રાખીએ છીએ કે તમે ગરમ ક્રન્ચી ઓટસના પુડા - આ હેલ્ધી બ્રેકફાસ્ટ તમે આનંદ માણશો અને ફિકા ખોરાકની જેમ સવારની શરૂઆત ફિકી બદલે સારી થશે. અમે ટૂંક સમયમાં તમારા માટે વધુ હેલ્ધી અને સરળ રેસિપી લઈને આવીશું. આ બ્લોગ તમને કેવો લાગ્યો એ અમને નીચે કોમેન્ટ વિભાગમાં લખી અથવા આ શાનદાર પુડાઓનો આનંદ માણતા એક સેલ્ફી પોસ્ટ કરી અમારા ઇન્સ્ટાગ્રામ @girlsbuzzindiaને ટેગ કરી અમને જણાવો!!!
સંબંધિત બ્લોગ - સાબુદાણાની ખીચડી - પરફેકટ વિકેન્ડ બ્રેકફાસ્ટ
Write, Record and Answer! Consume Unlimited Content! All you need to do is sign in and its absolutely free!
Continue with one click!!By signing up, you agree to our Terms and Conditions and Privacy Policy.


