હેર કલર ને લાંબા સમય સુધી કેવી રીતે ટકાવવો ?

6 minute
Read

Highlights શું તમે પણ હેર કલર કરાવ્યો છે? તો પછી આ ૬ ટિપ્સ ની મદદ થી તમે પણ લાંબા સમય સુધી એ કલર ને રાખી શકશો. વધુ માહિતી માટે વાંચો.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

આજ કાલ વાળ માં અલગ અલગ કલર કરાવવાની ફેશન ચાલી છે. કોઈક વ્યક્તિ આખા વાળ માં નવો રંગ કરાવે છે તો કોઈ અમુક ભાગ માંજ કરાવે છે. થોડાક ભાગમાં રંગ કરાવવાને હાઇલાઇટ્સ કેવાય છે. લાલ, ભૂરો, વાદળી, સફેદ, ગુલાબી, લીલો જેવા અનેક રંગો કરાવે છે. વાળ ને કલર કરવાનો ખર્ચો પણ ખૂબ થાય છે. આ કરાવ્યા બાદ એ જરૂરી છે કે રંગ કરાવેલા વાળ ની કાળજી બરાબર રીતે લેવાય જેથી તે રંગ લાંબા સમય સુધી રહે. 

આજે આપણે જોઈશું કે કઈ કઈ વસ્તુઓ નું ધ્યાન રાખવાથી આપડા વાળ માં કરાવેલો કલર લાંબા સમય સુધી રહી શકે છે. અમુક નાની વસ્તુઓ નું ધ્યાન રાખવાથી તમે આ કલર લાંબા સમય સુધી રાખી શકો છો. દર બીજા મહિને વાળમાં રંગ કરાવવા થી વાળ ને નુકસાન પણ થઇ શકે અને ખર્ચો પણ વધી જાય છે. તો જો અમુક ટિપ્સ ને વાપરીને આપડે રંગ લાંબા સમય સુધી રાખી શકીયે તો તે તમારી માટે ખૂબ ફાયદા કારક સાબિત થશે. 

સીધા શાવર લેવા ના જશો 

જે દિવસે તમે કલર કરાવ્યો હોય એ દિવસે તરત શેમ્પુ થી વાળ ધોવાનો આગ્રહ ના રાખો. તરત શેમ્પુ કરવાથી કલર નીકળી જાય છે. કલર ને વાળ માં સેટ થવા માટે થોડોક સમય જોઈએ અને જો તમે તરત શેમ્પુ કરી દો છો તો તે લાઈટ પડી જાય છે.  કલર લગાવ્યા પછી ઓછામાં ઓછું ૨૪ કલાક સુધી શેમ્પુ ના કરવું જોઈએ. જો તમને વાળ સાફ કરવાની બવ ઈચ્છા થતી હોય તો સાદા ઠંડા પાણી થી તમે તમારા વાળ સાફ કરી શકો છો. સાદા પાણી થી સફાઈ પણ થઇ જશે અને વાળ નો રંગ પણ બચી જશે. 

એકદમ ગરમ પાણી ના વાપરો 

ગરમ પાણી ની પ્રકૃત્તિ વસ્તુઓ ને સાફ કરવાની હોય છે. અને કોઈ પણ રંગ પર જો વધારે વાર ગરમ પાણી પડે તો તે ઞાંખું થઇ જાય છે. જો તમે ચાહો છો કે તમારા વાળ નો રંગ લાંબા સમય સુધી ઘાટ્ટો રહે તો વારંવાર ગરમ પાણી થી માથું ધોવું નહિ. જો તમને રોજ ગરમ પાણી થી નાહવાની આદત હોય તો એને સેજ બદલવાની જરૂર પડશે. થોડુંક હુંફાળું હશે તો વાંધો નઈ પણ એકદમ ગરમ પાણી માથામાં રેડવાથી તમારા વાળ નો રંગ જલ્દી જવાના પુરે પુરા ચાન્સ છે. ઠંડા પાણી થી નહાઓ અને વાળના રંગ ને લાંબા સમય સુધી ચલાવો. 

યોગ્ય શેમ્પુ વાપરો 

ઘણા બધા શેમ્પુ માં કેમિકલ અને સલ્ફેટ હોય છે. આને કારણે તમારા વાળનો કલર ઞાંખો થવાની સંભાવના રહે છે. જો તમે રોજ બરોજ વાળ ધોવા માટે એ શેમ્પૂ વાપર્યા કરશો તો થોડાક દિવસમાં તમારા વાળ માં કરાવેલો રંગ જતો રહેશે અથવા લાઈટ થઇ જશે. જો તમારે તમારા વાળ નો રંગ વધારે સમય સુધી રાખવો હોય તો કેમિકલ વગર નો શેમ્પુ વાપરો અને તમારા વાળ ને બચાવો. કેમિકલ ના કારણે ઘણા બધા નુકસાનો થી તમારા વાળ ને તો ફાયદો થશેજ પરંતુ તમે કરાવેલો રંગ પણ ઘણા બધા દિવસો સુધી રહેશે. 

રોજ વાળ ના ધોવા 

જો તમને રોજ વાળ ધોવાની આદત હોય તો રંગ કરાવ્યા બાદ એમાં બદલાવ લાવવો પડશે. કારણ કે રોજ વાળ ધોવાથી તમારા વાળ માં કરાવેલો રંગ ઝાંખો પડી જશે અને ધીમે ધીમે જતો રહેશે. તમે એવું કરી શકો છો કે રોજ ધોવાને બદલે દર ૨-૩ દિવસે એક વાર ધોવાની આદત પાડો અને તમારા વાળ ના રંગ ને બચાવો. 

શેમ્પુ ની સાથે સાથે કન્ડિશનર માં પણ એજ વસ્તુ નું ધ્યાન રાખવું કે એ તમારા વાળના રંગ ને હાનિ ના પોંહચાડે. કેમિકલ ફ્રી કન્ડિશનર નો વપરાશ કરવો જેથી વાળ નું સ્વાસ્થ્ય પણ સારું રહે અને રંગ પણ ઝાંખો ના પડે. 

ગરમ સાધનો ઓછા વાપરવા 

વાળ ને વાંકડિયા કરવા કે પછી સીધા કરવા માટે અમુક સાધનો નો વપરાશ થાય છે. જો એ સાધનો નો વધારે ઉપયોગ કરવામાં આવે તો તેની અસર પણ રંગ પાર થઇ શકે છે. અતિશય ગરમી ના કારણે તમારા વાળનો રંગ શુષ્ક બની જશે અને જે ચમક છે તે જતી રહેશે. જો કોઈ પ્રસંગ માટે તમારે તમારા વાળ માં સાધનો નો ઉપયોગ કરવો પડે તો વાંધો નહિ, પણ રોજ રોજ કરવાનું ટાળશો. 

વાળ સૂકવવાનું યંત્ર જેને આપડે દ્રાયર કહીયે છે, તેનો વપરાશ પણ વાળને અને તેના રંગને નુકસાન પોહચાડી શકે છે. જો તમે આમાંના કોઈ પણ સાધનો વાપરવાના હોવો તો આગળ પાછળ ના દિવસોમાં વાળમાં તેલ જરૂર થી નાખજો. તેલ નાખવાથી વાળને પૂરતું પોષણ મળે છે અને એક પ્રોટેકટિવ લેયર બને છે. 

તડકા થી વાળ ને બચાવો

અત્યંત તડકો પણ વાળના રંગને નુકસાન પોહચાડી શકે છે. જો તમારે તડકાના સમય માં બહાર જવાનું થતું હોય તો વાળને ઢાંકવાનો બંદોબસ્ત કરી રાખો. દુપટ્ટો કે પછી ટોપી ની મદદ થી તમારા વાળ ને અને રંગ કરેલા ભાગ ને ખાસ કરીને ઢાંકો જ થી રંગ ઝાંખો ના પડી જાય.

વાળ ને રંગ કરવું આજકાલ ખૂબ નોર્મલ થઇ ગયું છે અને કોઈ પણ પારલર કે સલૂન માં થઇ શકે છે. તો પછી તમારી ઈચ્છઓ પણ પુરી કરો અને તમારા વાળ રંગીન કરવો. તે કરાવ્યા બાદ એમનું ધ્યાન રાખવા માટે આ ટિપ્સ ને જરૂર થી યાદ રાખજો અને તમારા વાળ નો રંગ લાંબા સમય સુધી ચલાવજો. 

Logged in user's profile picture