ચુસ્ત શાકાહાર સાથે જોડાયેલ કેટલીક મિથ્યા બાબતો

12 minute
Read



Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

(You can read this blog in English here)

ચુસ્ત શાકાહારનું (વીગનિઝમ) અત્યંત નિર્મળ સ્વરૂપ? 

વીગનિઝમ એક એવી જીવન શૈલી છે જે પ્રાણીઓ સાથે થતા દરેક પ્રકારના અત્યાચાર અને દુર્વ્યવહારનો અંત આણવા માટે પ્રતિબદ્ધ છે. પછી એ દુર્વ્યવહાર ખોરાક માટે હોય, કાપડ માટે હોય કે કોઈ અન્ય કારણોસર કરવામાં અવતો હોય; ચુસ્ત શાકાહાર પાળનાર વ્યક્તિઓ દરેક પ્રકારની માનવીય ભૌતિક જરુરિયાતને, પ્રાણીઓને ભોગે પુરી કરવા કરતાં અન્ય સહકારી વિકલ્પોની પસંદગી કરે છે.  પરિણામે, વીગન વાનગીઓમાં પ્રાણીઓના દૂધ કે ચામડા કે અન્ય કોઈપણ પ્રાણીઓને લગતા ઉત્પાદનોનો જેવા કે, માંસ, ઈંડા અને દૂધમાંથી તૈયાર કરતા ઉત્પાદનો ઉપયોગ નિષેધ છે. 

 

શું ચુસ્ત શાકાહાર પાળવો ખરેખર શક્ય છે ? 

ચુસ્ત શાકાહાર પાળવો શક્ય છે. 

 

 

અરે..! આ બધું સાંભળીને મુંઝાઇ ગયા કે શું? 

ચાલો આ વિષયને તમારા માટે સરળ બનાવીએ. 

જો તમે હાલમાં જ ચુસ્ત શાકાહાર અપનાવ્યો છે તો શક્યતા છે કે તમને કદાચ આ વિષય પર ઘણી બધી ગેરસમજો આપવામાં આવી હશે. તમને સ્વયં પણ કેટલીક બાબતોની પૂરે પૂરી જાણકારીના અભાવે કડક શાકાહાર વિશે ધારણાઓ બંધાઈ ગઈ હશે. જેઓ શાકાહાર કે ચુસ્ત શાકાહાર પાળતા નથી, તો નક્કી તેઓને અજ્ઞાન અને  અનુમાન આ બે કારણોસર ચુસ્ત શાકાહાર સંબંધિત કેટલીક બાબતોની કે કાલ્પનિક પરિમાણોની બીક હશે. તેમની કેટલીક બીક અને પૂર્વધારણાઓ નું મૂળ નાનપણમાં બાળપણમાં વડીલોની વાતમાં છે. ઉ.દા: “બી ગળી જવા થી પેટમાં ઝાડ ઉગે..!” ચુસ્ત શાકાહાર સંબંધિત પ્રશ્નો વિષે ઉત્તર આપતા પહેલા, કે  કોઈ પૂર્વ ધારણા ઘડતા પહેલા તે પ્રશ્નો ના યોગ્ય જવાબો જરૂરથી શોધી લેવા. જો આપણે ગૂગલ પર બિલાડીના ફોટા, સિનેમા જગતમાં થતી નવા જૂની વિષે માહિતી મેળવી શકીએ છીએ તો ચુસ્ત શાકાહારની માહિતી પણ ગૂગલથી મેળવી શકીએ છીએ. 

ગૂગલ પર તમારાં પ્રશ્નોના ઉત્તર એક - એક કરી ને શોધવાની તમારી મહેનત અને સમય બચે; સાથે તમારાં દરેક પ્રશ્નોના ઉત્તર એક જ સ્થાને મળી શકે એ માટે અમે આ બ્લોગ તૈયાર કર્યો છે.

 

વીગનિઝમના વિશેની સૌથી પ્રચલિત વાતોમાંથી કેટલીકને લગતી માહિતી નીચે મુજબ છે.

૧. શાકાહાર અને ચુસ્ત શાકાહાર બંને સરખાં જ છે.

આવી ગેરસમજ અમને ઘણા લોકોમાં જોઈએ છીએ; ખાસ કરી ને ભારતમાં, જ્યાં મોટાભાગની જન વસ્તી શાકાહાર પાળે છે. ચુસ્ત શાકાહારીઓ માંસ, ઇંડા, કે કોઈ પણ દૂધથી બનાવવામાં આવત ઉત્પાદનો; કે જેના ઉત્પાદનમાં પ્રાણીઓનો કોઈપણ જાતનો ભોગ લેવાયો હોય તેનું સેવન નથી કરતા. શાકાહારીઓ માંસ ખાતા નથી, જો કે, તેઓ લગભગ રોજ જ મોટા પ્રમાણમાં ડેરી ઉત્પાદનોનો વપરાશ કરે છે.

૨. વિગન ખાવાનામાં  પ્રોટીનની માત્રા ઓછી હોય છે. 

લોકોને ખાણી - પીણીની બાબતમાં અવાર- નવાર “પ્રોટીન ફક્ત માંસ કે પ્રાણીઓના ભોગે બનેલ ઉત્પાદનોમાંથી જ મળી શકે છે” આમ કહી ગેરમાર્ગે દોરવામાં આવતાં હોય છે. આ તદ્દન ખોટી વાત છે.  સોયા, દાળ, બ્રોકોલી, સીવીડ, વટાણા, પાલક, કઠોળ, બ્રાઉન રાઇસ, આખા ઘઉંની બ્રેડ અને પાસ્તા, ક્વિનોઆ, કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ વનસ્પતિ આધારિત ખાદ્ય પધાર્થો છે જેમાં પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે. તો ચુસ્ત શાકાહાર અપનાવ્યા બાદ પણ તમારી પ્રોટીનની જરૂરિયાતો સચવાઈ શકે છે.

 

૩. મધ એ વિગન ખાદ્ય પદાર્થ છે.

“કારણ કે મધમાખીઓ તો ફૂલોમાંથી રસનું ચયન કરી ને મધ બનાવે છે, તો એને વિગન કહી જ શકાય ને?”

જરાય નહિ. મધમાખીઓ તેમના પોતાના નિર્વાહ માટે મધ બનાવે છે, મધમાખી નું મધ તમના બાળકો માટે એ જ કામ કરે છે, જે માતાનું દૂધ તેના બાળક માટે કરે છે. શિયાળામાં એકત્ર કરેલું મધ સમગ્ર મધપુડાની મધમાખીના ખની - પીણી પૂરી પડવાનું કામ કરે છે. ઔદ્યોગિકીકરણ અને મધની વધતી જથી માંગને કારણે મધમાખીઓની સંખ્યા ઘટી રહી છે. જયારે મધમાખીઓ પરાગનયન કરવાનું બંધ કરી દે છે ત્યારે તેની સીધી આડઅસર, પાકની વુદ્ધિ, શાકભાજીની લણણી, તેમજ કુદરતના સમગ્ર નિત્યક્રમ પર પડે છે.

૪. સોયાનું દૂધ જ એ ગાય / ભેંસના દુધનો એકમાત્ર વિકલ્પ છે. 

સોયા સૌથી પ્રચલિત છે, પણ સોયા સિવાયના બીજા ઘણા વનસ્પતિ આધારિત વિકલ્પો છે, જેનું દુધ ચુસ્ત શાકાહાર પાળતાં વ્યક્તિઓ કરી શકે છે. પ્રાણીઓના દૂધનાં વિકલ્પોમાં કોપરાનું દૂધ, બદામનું  દૂધ, કાજુનું  દૂધ, ચોખાનું દૂધ, હેઝલનટનું દૂધ, શણનું દૂધ વગેરે લઈ શકાય છે.  

 

૫. સોયા પ્રોટીનને કારણે એસ્ટ્રોજનનું સ્તર વધે છે.

સોયના સેવન થી પુરુષોના શરીરમાં રહેલા ટેસ્ટોસ્ટેરોન ના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. સોયામાં આઇસોફ્લેવોન હોય છે જે શરીરમાં રહેલાં એસ્ટ્રોજન રીસેપ્ટર્સ સાથે જોડાઈ જાય છે, પણ એસ્ટ્રોજન અને આઇસોફ્લેવોન એ બંને એકસરખાં નથી. આ એક લાક્ષણિક ગેરસમજ છે. તદોપરાંત, ફાયટોએસ્ટ્રોજન એ વનસ્પતિ આધારિત એસ્ટ્રોજનનો એક પ્રકાર છે જે પ્રાણી-આધારિત એસ્ટ્રોજનથી અલગ છે (જે મોટા ભાગે દુધમાં મળે છે) અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે અત્યાધિક લાભકારી હોય છે. તેનો સમાવેશ આહારમાં, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરને ટાળવા માટે, કરવામાં આવે છે.

૬. ચુસ્ત શાકાહારથી વ્યક્તિનું શરીર કુપોષિત રહી જાય છે.

હકીકતમાં, સ્થિતિ તદ્દન વિરુદ્ધ થાય છે. સંતુલિત શાકાહારી ખોરાક રોગપ્રતિકારક શક્તિ વધારે, હૃદયને સ્વસ્થ અને વધુ કાર્યક્ષમ બનાવે, સહનશીલતા વધારે છે અને તંદુરસ્ત ત્વચાને પ્રોત્સાહન આપે છે.

૭. શાકાહારી હોવાનો અર્થ એ છે કે તંદુરસ્ત જીવનશૈલી જીવવી.

અમે સમજીએ છીએ કે, ઉપરોક્ત વાક્ય તમારા માટે થોડું મૂંઝવણભર્યું છે. મુદ્દા ક્રમાંક ૬ વાચ્યા પછી તો ખાસ..! જો કે, અમારું કહેવાનું તાતપર્ય એ છે કે; ચુસ્ત શાકાહાર ઉત્તમ કોટીના સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરતું નથી. તમારા સવાસ્થ્ય માટે તમારે જ પરિશ્રમ કરવો પડશે. એજ રીતે જે રીતે જીવનમાં કોઈ પણ ધર્યા મુકામે પહોંચવા માટે તમે પરિશ્રમ કરો છો. તમે ચુસ્ત શાકાહાર પાળતાં હોવ, પણ જો તમે સતત તળેલો ખોરાક રાખો અને કસરત કે વ્યાયામથી કતરાતા રહો તો, દૂધ અને દૂધનાં બનેલા ઉત્પાદનોની ગઈ તેટલી પેરહેજી પાળી લો, તે તમારા સ્વાસ્થ્ય ને ખોરવાતું અટકાવી શકશે નહીં. માટે જ, તમે જે ખાઓ છો તેના પર ધ્યાન આપવું અને સંતુલિત આહાર લેવો ખુબ જ જરૂરી છે.

૮. વેગનિઝમ ખોરાક પૂરતું મર્યાદિત છે.

ચુસ્ત શાકાહાર એ મોટા ભાગે ખોરાક સાથે જોડાયેલ વિચાર છે. પણ તે ખોરાકની બાબત પુરતો સીમિત નથી. ચુસ્ત શાકાહર એ પોતાનામાં જ એક અલગ જીવન શૈલી છે. ચુસ્ત શાકાહાર કોઈ પણ એવી પ્રવૃત્તિના ભાગ ન બનવા વિષે છે જે પર્યાવરણ સાથે કોઈપણ પ્રકારની ક્રુરતા રાખતી હોય કે તેને હાની પહોચાડતી હોય. શાકાહારી લોકો ઘણીવાર એવી વસ્તુઓથી દૂર રહે છે જેનું પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હોય અથવા પ્રાણીઓના મૂળના નિશાન શામેલ હોય. તેઓ જ્યારે પણ શક્ય હોય ત્યારે વિઘટનક્ષમ વસ્તુઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે જેથી પર્યાવરણ દુષિત ન થાય. 

૯.  કડક શાકાહારી બનવાથી પરિવાર અને મિત્રો સાથેના સંબંધો પર નકારાત્મક અસર પડે છે.

અનેક વ્યક્તિઓ માટે ચુસ્ત શાકાહાર અપનાવવો એ તેમના જીવન ના કેટલાંક મોટા બદલાવોમાંથી એક છે. જે રીતે અન્ય ફેરફારો વખતે તમને અને તમારાં આસપાસના વાતાવરણ ને, તે ફેરફાર સાથે અનુકુળ થવા માટે સમય લાગે છે તેમજ આ બાબતે અનુકુળતા આવતા પણ સમય લાગશે.  શક્ય છે કે તેમને તમારા નિર્ણય વિષે કદાચ જાણકારી ન હોય, માટે તેઓ કદાચ આમ અચાનક બદલાયેલ તમારી ખની પીણી અને જીવન શૈલીને શરૂઆતમાં ના સ્વીકારે.  આનો અર્થ એ નથી કે, ચુસ્ત શાકાહાર અપનાવવાન પરિણામે તેમની સાથેના તમારા સંબંધો ખોરવાઈ જશે. જો તમે તેમને વાજબી સમર્થન આપો તો જ તેઓ તમારા આ નિર્ણય ને સમજી શકશે અને સમર્થન પણ આપશે . તમારી માન્યતાઓને વળગી રહેવું મહત્વપૂર્ણ છે. છેવટે, અહિંસક જીવનશૈલી જીવવા માટે જાણી જોઈને કોણ તમારો વિરોધ કરશે?

૧૦. શાકાહારી બનવું અશક્ય છે કારણ કે પ્રાણી ઉત્પાદનો દરેક વસ્તુમાં જોવા મળે છે.

આ તો એ જ વાત થઇ ગઇ કે, લોકોને ગોળી ના મારવી મુશ્કેલ છે કારણ કે બંદુક બધે જ ઉપલબ્ધ છે. જુઓ, છેલ્લે બધુંજ તમારી વ્યક્તિગત પસંદગી પર નિર્ભર કરે છે. જોકે દુધના બનેલા ઉત્પાદનોના વ્યવસાયે ખાદ્ય અને પીણું ક્ષેત્રમાં ભયજનક પ્રવેશ કર્યો છે, આપણી પાસે જે લોકો પ્રાણી આધારિત ઉત્પાદનોનું સેવન કરવાનું પસંદ કરતા નથી તેમના માટે ઘણા બધા વિકલ્પો છે. ઓર્ગનિક ખાદ્ય પદાર્થો દિવસે ને દિવસે ઘણા પ્રખ્યાત થતા જાય છે, અને વનસ્પતિ આધારિત પૌષ્ટિક આહાર શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં ઉપલબ્ધ છે. 

૧૧. વીગન માત્ર પ્રાણીઓની જ કાળજી રાખે છે, લોકોની નહીં.

આ તદ્દન ખોટું છે. ચુસ્ત શાકાહારનો મનુષ્યો પર એવો જ પ્રભાવ છે જેવો પ્રાણીઓ પર છે. વેગનિઝમ સ્વાભાવિક રીતે આપણા માનવ વિશ્વને દરેક જીવ ને રેહેવા માટે વધુ અનુકુળ બનાવે છે. કારણ કે, ચુસ્ત શાકાહારની સીધી સમગ્રરુપી અસર આપણા પર્યાવરણ અને જીવનની ગુણવત્તા પર થાય છે. ક્રૂરતા વિના જીવન જીવતું વ્યક્તિ હંમેશા તેના ડગલે ને પગલે હકારાત્મક તરંગો છોડશે.

૧૨ વીગનિઝમ ખર્ચાળ છે.

શું તમને લાગે છે કે જ્યારે તમે સુપરમાર્કેટમાં જાઓ છો ત્યારે શાકભાજી માંસ કરતાં વધુ મોંઘા હોય છે? શું રેસ્ટોરન્ટમાં શાકાહારી નુડલ્સ એ બેકન સ્ટ્રીપ્સ કરતાં વધુ મોંઘા છે?

તમે સમજી ગયા હશો કે, ચુસ્ત શાકાહારી ખોરાક માંસથી મોંઘો નથી. ઓર્ગેનિક ખાદ્યપદાર્થો અને સૌંદર્ય પ્રસાધનો, અલબત્ત, બજારમાં વ્યવસાયિક પ્રાણી-આધારિત ઉત્પાદનો કરતાં વધુ મોંઘા હશે, પરંતુ આ સ્થિતિ માંગ-પુરવઠાના ગુણોત્તરને કારણે છે. જ્યારે ઓર્ગેનિક ઉત્પાદનોની વધુ માંગ વધશે, ત્યારે કિંમતનું ઘટવું અનિવાર્ય થઇ જશે. વધુ નોંધપાત્ર રીતે, તમારું અખા મહિનાનું બજેટ પણ સંતુલિત થઈ જશે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમારે પહેલાં જેટલા પ્રમાણમાં પ્રાણી-આધારિત ઉત્પાદનો ની ખરીદી કરવી પડતી નથી.

Translated By: Venisha Pujara

Logged in user's profile picture