પીસીઓએસ અને અનિયંત્રિત હોર્મોન્સને નિયંત્રણમાં લાવવા માટેનાં નૈસર્ગિક ઉપચાર
8 minuteRead
શું તમે PCOS થી પીડિત છો અને તેને નિયંત્રિત કરવા માટે કેટલાક કુદરતી ઉપાયો અજમાવવા માંગો છો? અહીં અમે પ્રાકૃતિક ઉપાયો વિશે વાત કરીએ છીએ અને કેટલાક ફેરફારો વિશે પણ વાત કરીએ છીએ જે તમે PCOS ને નિયંત્રિત કરવા માટે કરી શકો છો. તો આગળ વાંચો
(You can read this Blog in English here)
પોલિસિસ્ટિક ઓવરીઅન સિન્ડ્રોમ અથવા પીસીઓએસ એ એક એવો રોગ છે જે વૈશ્વિક સ્તરે જોવા જતાં, દર ૫ માંથી ૧ સ્ત્રીને અસર કરે છે. આ રોગ ફક્ત માનસિક પર જ નહિ પરંતુ સ્ત્રીના શરીરમાં રહેલાં હોર્મોન્સના સંતુલનને પણ હચમચાવી મુકે છે. આ એક એવો રોગ છે જેનો કોઈ સચોટ ઈલાજ કે દવા નથી. પણ હા, તેને હોર્મોન થેરેપી અને જીવનશૈલીમાં ફેરફાર લાવી નિયંત્રણમાં લઇ શકાય છે.
હોર્મોન થેરેપી અને જીવનશૈલીમાં ફેરફારની વાત આવતાં જણાવી દઉં કે, પીસીઓએસના લક્ષણો ને અનેક પ્રકારના પ્રાકૃતિક પૂરક આહારોના સેવન થી પણ નિયંત્રિત કરી શકાય છે. ઢગલો બંધ ગોળી અને ટીકડાંને બાજુ પર મૂકી નૈસર્ગિક ઉપચાર તરફ વળવું એ પીસીઓએસના સંદર્ભમાં દર્દીઓ માટે હમેશા ફાયદાકારક રહે છે.
1. આહારમાં ફેરફાર

કહેવાય છે કે, ‘જેવો આહાર તેવા જ તમે’ પીસીઓએસની ગાડી પણ આ જ સિદ્ધાંત પર ચાલે છે. અર્થાત, જો તમે જરૂરી પૂરક આહાર, જરૂરી પ્રમાણમાં પ્રોટીન અને ખનિજોનું સેવન કરતાં નથી, તો પીસીઓએસના લક્ષણો તીવ્ર થતા જાય છે. પીસીઓએસના દર્દીઓ માટે, સંતુલિત- પ્રોટીન અને ફાઈબરથી ભરપુર- આહાર લેવું, એ પૌષ્ટિક આહાર લેવા જેટલું જ મહત્વનું થઇ બને છે. જેથી કરી ને હોર્મોન્સના અસંતુલન ને તીવ્ર થતું ટાળી શકાય.
2. યોગનો અભ્યાસ

યોગના ફાયદાઓથી આજે કોઈ અજાણ નથી. યોગ કુદરતી નિદાન ની પ્રક્રિયા છે. જે ફક્ત આપણા શરીરની તંદુરસ્તી જ નથી વધારતું પણ, આપણા માનસ અને આત્માને પણ સ્પર્શે છે. હોર્મોન્સને સ્થાને રાખવા માટે અદ્ભુત કામ કરતા અમુક આસનો પીસીઓએસના લક્ષણોને જાળવવામાં અને ઘટાડવામાં મદદ કરી શકે છે.
3. આયર્નનું સેવન વધારવું

કેટલીક સ્ત્રીઓ જેમને પીસીઓએસની સમસ્યા છે, તેઓ વધારે પડતાં માસિક સ્ત્રાવથી પીડાતી હોય છે. આ બાબતની નોંધ લેવા જેવી છે. કારણ કે આ સ્થિતિ અનીમિયા કે લોહીમાં આયર્નની ઉણપનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ગાયનાકોલોજીસ્ટની સલાહ અને આયર્નના પુરક આહારો લેવાનું અવશ્ય રાખો. આયર્નના કેટલાક કુદરતી સ્ત્રોતો પણ છે જે તમારા આહારમાં સામેલ કરી શકાય છે જેમ કે પાલક, બીટરૂટ, બ્રોકોલી વગેરે.
4. સફેદ ખાંડના સેવન પર કાપ મુકો

આપણા રોજ બરોજના ખાન પાનમાં - કોફી, ચા - કેફીન નામક એક પદાર્થની હાજરી હોય છે. જેના કારણે જ તમને ચા - કોફી પીતાજ ઉર્જાનો કાંટો ચડી ગયો હોય તેવી અનુભૂતિ થાય છે. પણ આ પદાર્થ, હકીકતમાં શરીરમાં રહેલ હોર્મોન એસ્ટ્રોજેનના સંતુલનમાં ખલેલ પહોચાડે છે. જો તમે તેને સંપૂર્ણપણે ટાળી શકતા નથી, તો તમારી જાતને દિવસમાં એક નાનો કપ ચા અથવા કોફી સુધી મર્યાદિત રાખો. કેફીનને શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે હર્બલ ટી અથવા ગ્રીન ટી જેવા સ્વાસ્થ્યને ફાયદાકારક નીવડે એવા વિકલ્પો અપનાવો એ શ્રેષ્ઠ સમાધાન બની શકે છે.
5. કેફીનને કહો ‘ના…!’

ચા અને કોફી જેવા પીણાંમાં કેફીન હોય છે. તે આપણા શરીરમાં એસ્ટ્રોજનના સ્તરને ખલેલ પહોંચાડે છે અને હોર્મોન અસંતુલનના પરિબળોમાં વધારો કરે છે. જો તમે તેને સંપૂર્ણપણે ટાળી શકતા નથી, તો તમારી જાતને દિવસમાં એક નાનો કપ ચા અથવા કોફી સુધી મર્યાદિત રાખવાની સલાહ આપવામાં આવે છે. કેફીનને શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે હર્બલ ટી અથવા ગ્રીન ટી પર સ્વિચ કરવું એ શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક હોઈ શકે છે.
6. તમારા ભોજનમાં હળદર અને તજનો સમાવેશ કરો

હળદરને એની બળતરા વિરોધી ગુણવત્તાની માટે જાણીતો પદાર્થ છે તદોપરાંત તેમાં કર્ક્યુમિન તરીકે ઓળખાતું સક્રિય ઘટક પણ છે જે પીસીઓએસમાં પણ મદદરૂપ સાબિત થાય છે. બીજી બાજુ, તજ તમારા શરીરના ઇન્સ્યુલિન પ્રતિરોધને સંતુલિત કરવામાં અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આ બંને મસાલા, જો વગર ભૂલે, નિયમિતપણે ઉપયોગમાં લેવામાં આવે તો, આશાસ્પદ પરિણામો બતાવી શકે છે.
7. તમારા શરીરનું વજન જાળવો

વજનને નિયંત્રણમાં રાખવાનો મતલબ સાવ ઝિરો ફિગર થઇ જવું. પીસીઓએસનું એક સૌથી સામાન્ય લક્ષણ છે, વજન વધવું. વજન વધવાની સીધી અસર તમારા માસિક પર પડી શકે છે અને તમારા હોર્મોન્સને પણ અસંતુલિત કરી શકે છે. જો તમે દરરોજ કસરત કરવાની ટેવ પાડશો તો, સમય સાથે વજન ઉતરવું અને વજનને નિયંત્રણમાં રાખવું; આ બંને ક્રિયાઓ રક્તમાં સાકરના અને ઇન્સુલીનના પ્રમાણ પર અંકુશ રાખવામાં મદદરૂપ થશે. ખોરાકની પસંદગી ધ્યાનપૂર્વક કરવાથી સમય સાથે વજન ઘટાડવું એ પણ પીસીઓએસના લક્ષણોને ઘટાડવા તરફનું ખૂબ જ અસરકારક પગલું સાબિત થઈ શકે છે.
8. સમયસર અને પુરતી ઊંઘ લો

પીસીઓએસના દર્દી સામાન્ય રીતે શારીરિક અને માનસિક બંને પ્રકારના તણાવથી પીડાતાં હોય છે, જે મોટા ભાગે જરૂરીયાત કરતા ઓછી ઊંઘમાં પરિણમે છે. ઓછી ઊંઘ એ હોર્મોન્સના અસંતુલિત હોવા પાછળનું એક મુખ્ય કારણ છે. પ્રમાણમાં ઊંઘ ના મળવાથી શરીરમાં કૉર્ટિસોલ નામક હોર્મોનનું પ્રમાણ વધી પડે છે. આ હોર્મોન વ્યગ્રતા અને તણાવ જેવી મુશ્કેલીઓને ઉત્તેજે છે. તેથી જ સારી અને સ્વસ્થ ઊંઘના શેડ્યૂલનું પાલન કરવું અત્યંત જરૂરી છે.
9. ધ્યાન કરો

પીસીઓએસના કારણે થતી હાનીઓ ફક્ત શારીરિક જ નહીં, માનસિક પણ હોય છે. હોર્મોન્સ ને નિયંત્રણમાં રાખવા માટે દર્દીનું માનસ પણ સવાસ્થ હોવું જરૂરી છે. પીસીઓએસ તણાવ, ચિંતા અને હતાશાને ઉત્તેજિત કરનારાં હોર્મોન્સનું પ્રમાણ વધારી શકે છે, જેની કાળજી લેવામાં ન આવે તો, આ રોગના લક્ષણો વધુ તીવ્ર થઈ શકે છે. ધ્યાન કરવું એ દર્દીને તણાવથી મુક્તિ પામવામાં અને હોર્મોન્સ ને નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ થઇ શકે છે. માટે જ, ધ્યાન કરવું એ દર્દીને સ્વાસ્થ્ય માટે પાયાનું બની રહે છે.
10. જરૂરી પુરક આહાર લો

જ્યારે તમારું શરીર કોઈ માંદગી કે રોગનો સામનો કરી રહ્યું હોય, તેમાં પણ હોર્મોન્સના અસંતુલનના કારણે થયેલ રોગની વાત કરીએ તો; આવી પરિસ્થિતિમાં શરીરમાં વિવિધ પ્રકારની ઉણપ હોવી સ્વાભાવિક છે. દા.ત: ઓમેગા એસીડ, વિટામિન્સ વગેરે. શરીરને સવાસ્થ રાખવા માટે તેની બધીજ ખોરાકી જુરુરીયાતોની કાળજી લેવી અને તેને જરૂરી પોષક તત્વો પૂરા પાડવા જરૂરી છે, જેની માટે પુરક આહારો નું સેવન કરવું જરૂરી છે. પૂરક આહાર ગોળીઓના સ્વરૂપમાં હોઈ શકે છે અને કુદરતી સ્ત્રોતોમાંથી પણ મેળવી શકાય છે.
તો આ હતી પીસીઓએસના લક્ષણોને નિયંત્રણમાં લાવવાની ૧૦ કુદરતી રીતો. જો તમે આ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહેલા છો, તો હંમેશા એક વાત યાદ રાખો, તમે એકલા નથી. બહાદુર બનો અને જીવનમાં જે પણ અવરોધો આવે છે, તેનો સામનો કરો.
ધીરજ રાખો અને હમેશા આશાસ્પદ પરિણામો મેળવવા માટે પ્રયાસ કરો. જો તમને આ માહિતી મદદરૂપ લાગતી હોય તો નીચેની ટિપ્પણીઓમાં અમને જણાવો અને બદલામાં અમે તમારા માટે આવા વધુ માહિતીપ્રદ બ્લોગ લઈને આવીશું!
સંબંધિત બ્લોગ -
માસિક સ્ત્રાવ સમયે સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ એવી ખોરાક આદતો
માસિક સ્વચ્છતા શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો
Translated By- Venisha Pujara
Write, Record and Answer! Consume Unlimited Content! All you need to do is sign in and its absolutely free!
Continue with one click!!By signing up, you agree to our Terms and Conditions and Privacy Policy.


