હટ્કે રંગ ધરાવતા લગ્નના પાનેતરોનો / લહેંગાનો ટ્રેન્ડ (બોલીવુડ પ્રેરિત) અને તેમને ખરીદવા માટે શ્રેષ્ઠ સ્થાનો

10 minute
Read

Highlights

લાલ અને મરૂન લગ્નના લહેંગા માટે મનપસંદ પસંદગીઓમાંથી એક રહેશે, પરંતુ બોલિવૂડ સેલિબ્રિટીઝ નવા ટ્રેન્ડ સેટ કરી રહ્યા છે જે ઝડપથી ફેવરિટ બની રહ્યા છે. તમે તમારા લગ્ન માટે આમાંથી કયો નવો ટ્રેન્ડિંગ રંગો પસંદ કરશો?

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

(You can read this Blog in English here)

એક સમયે નવવધુઓ પોતાના લગ્નોત્સવ માટે મોટાભાગે પરંપરાગત લાલ અથવા મરૂન રંગની પસંદગી કરતી. કારણ? હિંદુ માન્યતાઓ મુજબ આ રંગો પ્રેમ, જુસ્સા અને પ્રતિલિપિના પ્રતિક છે. જોકે, છેલ્લા કેટલાંક વર્ષોથી નવવધુઓ આ પરંપરાને એળે મૂકી હટકે હોવા છતાં ભપકાદાર એવા રંગો તરફ રૂચી દર્શાવી રહી છે. આ ટ્રેન્ડની શરૂઆત એક લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્માના નેતૃત્વમાં થઇ હતી. તેમના લગ્ન સમયે તેમનો ગુલાબી પોષક તેમના સૌન્દર્ય ને  ચાર ચંદ લગાવી રહ્યો હતો. શૂન તમારાં લગ્ન તૂન સમયમાં થવાનાં છે? અને શૂ તમે આ હટકે અને પરંપરાગત રંગોની મુંઝવણમાં મુકાઈ ગયા છો? તમે એકલાં નથી. તમારા લગ્નનો દિવસ ફક્ત ને ફક્ત તમારો દિવસ હોય છે, અને આ દિવસે સૌથી સુંદર અને અનોખા લાગવું એ દરેક નવવધુ નો વણલખ્યો અધિકાર છે. હકીકતમાં, ઘણી બધી નવવધુઓ પરફેક્ટ બ્રાઇડલ લુક બનાવવા માટે મિક્સ એન્ડ મેચ કરવાનું પણ પસંદ કરી રહી છે. મોનોક્રોમ લેહેંગા સેટ ગઈકાલની વાત થઈ ગયા છે, ટ્રેન્ડી બ્રાઈડલ લૂક માટે આ ઑફબીટ રંગો પર એક નજર નાખો, જે તમને ટોક ઓફ ધ ટાઉન બનાવી દેશે. (સારા સંદર્ભમાં)

વેડિંગ લેહેંગા માટેની પ્રેરણા: 6 બિનપરંપરાગત રંગો

1. જાંબલી

Anushka Ranjan ties the knot with Aditya Seal in Mumbai. See pics and  videos - Movies News

છબી સ્ત્રોત: ઇન્ડિયા ટુડે

બોલિવૂડના અભિનેતાઓના લગ્નની છાવીઓ આપણને ઘણા બધા ભાત-ભાતનાં લહેંગા આજ્માવવાની પ્રેરણા આપે છે. જો તમે તમારાં લગ્નોત્સવ દરમ્યાન ખરેખર કાંઇક હટકે માંગતા હોવ તો આ જાંબલી / લવંડર રંગના લેહેંગાને તમારા ટોપ ટેન લેહેન્ગાઓની યાદીમાં સ્થાન જરૂરથી આપજો. તાજેતરમાં એક બોલિવુડની અભિનેત્રી, અનુષ્કા રાજાન, તેમના લગ્નના દિવસે ખૂબસૂરત લવંડર લેહેંગામાં જોવા મળ્યા હતાં. તેમની સાદી અને સરળ દેખાઈ પડતી પોષકને નજીકથી જોતાં તેમની ઝીણી કામગીરી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. ઉપરાંત, તે સફેદ રંગની સજાવટવાળા સમગ્ર વાતાવરણ સાથે ખરેખર અનુકૂળ આવી રહી હતી. આભૂષણોના સંદર્ભમાં પણ, અનુષ્કાએ પરંપરાગત અનકટ હીરાને બદલે હીરાનો ભવ્ય સેટ પહેર્યો. એવું લાગે છે કે તમામ અનુષ્કાઓ જાણે છે કે તેમના મોટા દિવસે તેમના ફેશનિસ્ટાવાળા વ્યક્તિત્વને કેવી રીતે ઉજાગર કરવું.

જો તમે ઘટ્ટ જાંબલીના ચાહક છો, તો તમે ડિઝાઇનર જયંતિ રેડ્ડીના કલેક્શનને પણ ગણતરીમાં લઇ શકો છો કારણ કે, તેમની પાસે આ રંગમાં કેટલાક ભવ્ય  સ્ટેટમેન્ટ પીસ ઉપલબ્ધ છે.

2. અઈવોરી અને સોનેરી

Photo of Sabyasachi lehenga on Amrita puri with floral motifs

છબી સ્ત્રોત: WedMeGood

જો તમે લગ્નના દિવસે સર્વોપરી લાગવાની સાથે શાહી લેહેન્ગાના ઠાઠ પણ માણવા ઈચ્છો છો તો, અઈવોરી અને સોનેરી રંગનું આ કોમ્બિનેશન આંખ બંધ કરી ને પસંદ કરી લો. આ ભલામણની પાછળનો તર્ક એ છે કે, મોટાભાગના મહેમાનો લગ્ન સમારંભ માટે ચકચકિત અને ઉજળા રંગો પસંદ કરતા હોય છે, તેથી આ રંગોમાં સજેલા હોવાથી, તમે ભીડમાં એકદમ જુદા તરી આવશો. શું તમને અમૃતા પુરીનો બ્રાઈડલ લેહેન્ગો યાદ છે? તેણે આઈશા ફિલ્મમાં સોનમ કપૂરની બેસ્ટ ફ્રેન્ડ આઈશાની ભૂમિકા ભજવી હતી. અમૃતાના લહેંગાની ડિઝાઈન નામચીન ડીઝાઇનર, સબ્યસાચી મુખર્જીએ કરી હતી. તેમાં ફ્લોરલ અંડરટોન સાથે સૂક્ષ્મ કામગીરી કરવામાં આવી હતી. આખા લૂકમાં ડબલ-દુપટ્ટો ઉમેરાયો હતો. એના વિષે તમે શું વિચારો છો?

3. રતાશપડતો ગુલાબી

Buy Peach Embroidered Taffeta Silk Bridal Wear Lehenga Choli Online from  EthnicPlus for ₹5449

છબી સ્ત્રોત: Ethnic Plus

લાલ અને મરૂન રંગ બાદ હવે નવ વધુઓ ગુલાબી રંગની ચાહક બની છે. જેનો પૂરેપૂરો શ્રેય અનુષ્કા શર્માના ફાળે જાય છે. તેમણે આ ટ્રેન્ડની શરૂઆત કરી અને પછી તો જાણે નવવધુઓમાં આ પ્રકારના પૅસ્ટલ રંગની લોકપ્રિયતા ઘણી વધી ગયી છે. બ્લશ પિંક ઉપરાંત, ફુશિયા અને રોઝ પિંક પણ બ્રાઇડલ લેહેંગાના અનોખા રંગો બની ગયા છે. ગુલાબી લહેંગા વિશે અમને જે ગમે છે તે એ છે કે, તે અત્યંત સર્વતોમુખી છે. એકવાર લગ્ન સમારંભ સમાપ્ત થઈ જાય તે પછી તેનો વિવિધ રીતે ફરીથી ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, કોઈપણ પ્રકારની જ્વેલરી ગુલાબી લહેંગા સાથે જાય છે. ભલે તે પોલ્કી હોય કે ડાયમંડ સેટ, પસંદગીઓ અમર્યાદિત છે.

4. સફેદ, સોનેરી અને કૉરલ

Wedding Style Inspirations From Miheeka Bajaj For Intimate Weddings |  Indian bridal outfits, Lehenga designs, Bridal outfits

છવી સ્રોત: Pinterest

અગાઉ જણાવ્યા પ્રમાણે, મિક્સ એન્ડ મેચ એ નવવધૂઓમાં પાનેતર પસંદ કરવાની ઘણી લોકપ્રિય અને રોચક રીત બની રહી છે. દા.ત: એક નામચીન ડિઝાઈનર અનુશ્રી રેડ્ડી અવાર - નવાર પોતાના ડિઝાઇન્સ માં લાલ લેહેન્ગા સાથે આછાં ગુલાબી રંગના દુપટ્ટાથી સજાવતા જોવા મળે છે. તે જ રીતે મિહીકા બજાજએ ગયા વર્ષે લેહેન્ગાની ઉત્તમ પસંદગી માટે ઘણી પ્રશંસા મેળવી હતી. તેમણે પસંદ કરેલ ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા તૈયાર કરેલ પોશાકમાં તેઓ તદ્દન એક મહારાણી લાગી રહ્યાં હતાં. સફેદ બ્લાઉઝ અને ઘાઘરામાં કરવામાં આવેલ બારીક ઝરદોઝીની કામગીરી એ ઉત્તમ કોટિની ચિકનકારીનું ઉદાહરણ હતું. અને તેમના આખાય પોશાકમાં જો કઈ સાવ જુદું તરી આવતું હતું, તો તે હતી તેમની સોનેરી ઓઢણી. અને સાથે ભરત - ગૂંથણ કરેલ તેમની વૅલી (માથે ઓઢેલ ઓઢણી). અમે આ સુપર-ષીક વેડિંગ લુક માટે ડબલ થમ્બ્સ અપ આપીશું.

5. પાવડર જેવો વાદળી

19+ Brides Who Prove Powder Blue is the New Red for Weddings | ShaadiSaga

છવી સ્ત્રોત : Shaadi Saga

શું તમે તમારા પાનેતર માટે એક તાજગીથી ભરપૂર રંગ શોધી રહ્યાં છો? તો, અહીયંજ થોભી જાઓ, એ રંગ સ્વયં તમારા સુધી આવી ગયો છે. આ આસમાની રંગ ખરેખર નવવધૂઓમાં ઘણો પ્રચલિત અને પ્રિય બની ગયો છે. તે આકર્ષક અને સૂક્ષ્મ છે, અને શાંતનું પ્રતીક છે. ઉપરાંત, બ્લુ લહેંગા-ચોલી પર સિલ્વર જરદોઝી વર્ક ખૂબ સરસ લાગે છે. જ્યાં સુધી જ્વેલરીનો સંબંધ છે, તમે તેને ડાયમંડ સેટ અથવા તો પરંપરાગત પોલ્કી સાથે જોડી શકો છો. ઉપરાંત, પાવડર જેવો વાદળીરંગનો લેહેંગાનો ફરીથી પણ ઉપયોગ કરી શકાય છે, એટલે કે એની પાછળ ખર્ચ કરેલ કિંમત નકામી જતી નથી કારણ કે તમે તમારા અન્ય કુટુંબી જનોના લગ્નમાં તેનું પુનરાવર્તન કરી શકો છો. કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી ઘનિષ્ઠ લગ્ન પ્રસંગોને લોકો વધુ સુરક્ષિત માની રહ્યાં છે. જેના માટે વાદળીના અન્ય તે રંગના અન્ય શેડ્સ પણ અનુરૂપ થઇ પડે છે.

6. ફ્લોરલ પ્રિન્ટ

Remember Deepika Padukone's Dil-Guldasta lehenga? See how this Indian bride  wore it | Vogue India

છવી સ્ત્રોત: Vogue

જો તમે પરંપરાગત વર્ક કરેલા લહેંગાને બદલે કઈક નવીન અજમાવી જોવા માંગતા હોવ, તો તમે ફ્લોરલ લહેંગા પણ પસંદ કરી શકો છો. આજકાલ નવવધૂઓમાં તે એક ટ્રેન્ડ બની ગયો છે. ડેન્ટીથી લઈને બોલ્ડ પ્રિન્ટ સુધી, ફ્લોરલ લેહેંગા ખૂબ સુંદર લાગે છે. તમને અનુશ્રી રેડ્ડીના પેસ્ટલ ફ્લોરલ લેહેંગા કલેક્શન તરફ નજર નાખવાની સલાહ આપશું. જો તમે બજેટની સામે જોયા વિના ફક્ત એક હટકે પાનેતર શોધી રહ્યા છો, તો તમે સભ્યાસચીના દિલ-ગુલદસ્તા લહેંગા પણ જોઈ શકો છો. બોલિવૂડ અભિનેત્રી, દીપિકા પાદુકોણે, તેણીના લગ્ન પછીના એક ફંક્શનમાં આ લેહેન્ગો પહેરેલો હતો. તેના મેકઅપથી લઈને હેરસ્ટાઇલ સુધી, તે ડિઝની પ્રિન્સેસ જેવી સુંદર દેખાતી હતી. શું તમને આ દેખાવ પસંદ આવ્યો?

બ્રાઇડલ વેર સ્ટોર્સ: સમગ્ર દેશમાંથી અમારી ટોપ પસંદગીઓ

જ્યારે તમને દેશભરમાં ઘણા સ્ટેન્ડઅલોન ડિઝાઈનર સ્ટોર્સ મળશે જેમ કે સબ્યસાચી, મનીષ મલ્હોત્રા, અનુશ્રી રેડ્ડી, અનામિકા ખન્ના, અનિતા ડોંગરે, તરુણ તાહિલિયાની, રિતુ કુમાર, અને તેથી વધુ, મલ્ટિ-ડિઝાઈનર સ્ટોર્સ વિશે કંઈક છે. તેમની પાસે તમામ બજેટ માટે અસંખ્ય વેરાયટીના વેડિંગ લહેંગા ઉપલબ્ધ હોય છે. અમે એવા શ્રેષ્ઠ સ્ટોર્સ પસંદ કર્યા છે, જે સૌથી ઉત્કૃષ્ટ કસ્ટમાઇઝ્ડ બ્રાઇડલ વેઅર્સનો સંગ્રહ ધરાવે છે:

• આઝ ફેશન્સ, મુંબઈ
• વ્હાઈટ મેઈસન ડી કોચર, મુંબઈ
• ઈંધણ, મુંબઈ
• ઓગાન, નવી દિલ્હી
• એન્સેમ્બલ, મુંબઈ અને નવી દિલ્હી
• એશિયાના કોચર, નવી દિલ્હી
• ફોલિયો, બેંગ્લોર
• કોલાજ, બેંગ્લોર
• આર્માડિયો, બેંગ્લોર
• મૈસુર સાડી ઉદ્યોગ, બેંગ્લોર
• ઍવ ડિઝાઇન કલેક્ટિવ, બેંગલોર
• સિટ્રીન, કોલકાતા
• પરનિયાની પોપ-અપ શોપ, બેંગલોર, મુંબઈ અને કોલકાતા
• ઝીંગબી, ચેન્નાઈ
• એવેલ્યુઝીઓન, ચેન્નાઈ
• કાશી, શ્રી હરિ પરિધાન, હૈદરાબાદ દ્વારા મલ્ટી-ડિઝાઇનર સ્ટોર
• ઇલાહે, હૈદરાબાદ

તમે આ બિનપરંપરાગત છતાં ટ્રેન્ડી બ્રાઈડલ લહેંગા રંગો વિશે શું વિચારો છો? શું તમારા ધ્યાનમાં કોઈ અન્ય રંગછટા છે જે તેના લગ્નના દિવસે કન્યાના સૌન્દર્યને વધુ અદ્ભુત બનાવી શકે છે? જો હા, તો જરૂરથી જણાવજો.

ઉપરાંત, જો તમારી પાસે ભારતમાં બ્રાઈડલ વેર સ્ટોરની કોઈ વધુ ભલામણો હોય, તો તેને નીચેના કોમેન્ટ વિભાગમાં શૅઅર કરો.

સંબંધિત બ્લોગ - તમારા લગ્નની ઉજવણીના સ્થળની પસંદગી આ અદ્દભુત સ્થળોમાંથી કરો !

Translated By- Venisha Pujara

Logged in user's profile picture

લગ્નના કયા લહેંગા રંગો ટ્રેન્ડમાં છે?

અનુષ્કા રાજાન - લવંડર/જાંબલી

અમૃતા પુરી - અઈવોરી અને સોનેરી

અનુષ્કા શર્મા - રતાશપડતો ગુલાબી

મિહીકા બજાજ - સફેદ, સોનેરી અને કૉરલ

પાવડર જેવો વાદળી

દીપિકા પાદુકોણ - લગ્ન પછીનું ફંક્શન - ફ્લોરલ પ્રિન્ટ
ul> વધુ જાણકારી માટે આગળ વાંચો
બ્રાઇડલ વેર શોપિંગ માટે ભારતમાં કયા કેટલાક લોકપ્રિય સ્ટોર્સ છે?

આઝ ફેશન્સ, મુંબઈ

વ્હાઈટ મેઈસન ડી કોચર, મુંબઈ

ઈંધણ, મુંબઈ

ઓગાન, નવી દિલ્હી

એન્સેમ્બલ, મુંબઈ અને નવી દિલ્હી

એશિયાના કોચર, નવી દિલ્હી

ફોલિયો, બેંગ્લોર

કોલાજ, બેંગ્લોર

આર્માડિયો, બેંગ્લોર

મૈસુર સાડી ઉદ્યોગ, બેંગ્લોર

ઍવ ડિઝાઇન કલેક્ટિવ, બેંગલોર

સિટ્રીન, કોલકાતા

પરનિયાની પોપ-અપ શોપ, બેંગલોર, મુંબઈ અને કોલકાતા

ઝીંગબી, ચેન્નાઈ

એવેલ્યુઝીઓન, ચેન્નાઈ

કાશી, શ્રી હરિ પરિધાન, હૈદરાબાદ દ્વારા મલ્ટી-ડિઝાઇનર સ્ટોર

ઇલાહે, હૈદરાબાદ