પ્લાસ્ટિકનો કચરો ઘટાડવાની ૮ સરળ રીતો

11 minute
Read

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

(You can read this blog in English here)

પ્લાસ્ટિક ક્યારેય સંપૂર્ણ પણે નાશ પામતું નથી, પણ તેનાથી તદ્દન વિરુદ્ધ પરિસ્થિતિ સર્જાય છે: પ્લાસ્ટિક નાનાં- નાનાં ટુકડા થઇ વર્ષો ના વર્ષો જે તે સ્થાન પર પડ્યું રહે છે. આ સમસ્યાના સમાધાનની દિશામાં રિસાઈક એટલે ક પુનઃવપરાશને લગતી પર્વૃત્તિઓ કેટલાય દેશોએ હાથ ધરી છે, છતાં પણ, કુલ પ્લાસ્ટિક વ્યયના માત્ર ૫% જેટલા પ્લાસ્ટિકનું જ અસરકારક નિવારણ લાવી શકાય છે. અન્ય ૪૦% ને દાટી દેવામાં આવે છે, અને અન્ય ૩૦% તે વાતાવરણમાં રહી તેના પ્રદુષણમાં વધારો કરે છે. અને બાકીના પ્લાસ્ટિકના જથ્થાને બાળી નાખવામાં આવે છે. અને સાથે જ અશ્મિભૂત ઇંધણ પાછળ ખર્ચ કરી અર્થતંત્રની જરુરીયાત પ્રમાણે પ્લાસ્ટિકનો નવો જથ્થો તૈયાર કરવામાં આવે છે.

દરિયામાં ઠાલવવામાં આવેલ પ્લાસ્ટિકમાંથી લગભગ ૮૦% જથ્થો ક્યાં તો કિનારે આવી પહોંચે છે, ક્યાં તો નાળા અને ગટર દ્વારા નદીમાં ઠલવાઈ જાય છે. જે અતિવૃષ્ટિ કે તોફાન સમયે, જ્યારે નદી અને નાળાઓ ઉભરાય ત્યારે આ પ્લાસ્ટિક જળજીવન માટે અત્યંત ખતરનાક સાબિત થાય છે. પ્રાણીઓ તે કચરામાં અટવાઈ જાય છે અથવા તેને આરોગી લે છે. કારણ કે, ઘણીવાર પ્લાસ્ટીકના નાનાં - નાનાં ટુકડાં થઇ ગયા હોવાથી, તે માછલી અને અન્ય જળચર પ્રાણીઓને શિકાર જેવા પ્રતીતિ થાય છે. આ પ્રકારે પ્લાસ્ટિક વિઘટનક્ષમ નથી તેથી, તે વાતાવરણમાં અન્ય પદાર્થ કરતાં વધારે સમય રહે છે,(લગભગ ૧૦૦૦ વર્ષ)  તેથી તે આપણા વાતાવરણ માટે એક અપ્ત્તીજનક પદાર્થ બની રહે છે.

આપણાં સમુદ્રોમાં ઠાલવતાં ૮૦ લાખ ટન પ્લાસ્ટીકના જથ્થામાં થેલી, ભુંગળી, કોફી કપના ઢાંકણા, અને યુઝ એન્ડ થ્રો કન્ટેનર જેવી કેટલીય પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ખૂબ મોટો ફાળો હોય છે. જે જંગલી પ્રાણીઓ અને મનુષ્યના સ્વાથ્ય માટે હાનીકારક છે. રીસાયકલ કરવાની પ્રક્રિયા આ વ્યય ને ન્યુનતમ કક્ષાએ લઇ જવા માટે મદદરૂપ થઇ શકે છે પણ, બીજી સમસ્યા એ છે કે, સરકાર બધીજ પ્રકારના પ્લાસ્ટિક નો આ પદ્ધતિ થી નિકાલ કરી શકતી નથી, તદોપરાંત જે પ્રકારના પ્લાસ્ટીક પર પુનઃવપરાશ માટેની પ્રક્રિયા શક્ય છે, તેની પાછળ પણ ઘણી ઉર્જા અને મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો પડે છે, જેને સિંગલ યુઝ પ્લાસ્ટિકન નિકાલ માટે; આર્થીક દ્રષ્ટિએ સદ્ધર વિકલ્પ ન કહી શકાય. નકામા પ્લાસ્ટિકનો જથ્થો જે જમીનની સપાટી પર અને જળસ્ત્રોતોમાં ઠાલવવામાં આવે છે તેને વિઘટિત થતાં હજારો વર્ષ લાગે છે, અને તેના કારણે વાતવરણમાં જેહરી પદાર્થોની હાજરી એ વિશ્વ સ્તરે એક ચિંતાનો વિષય બની છે.

માનસિક રીતે ઉપસ્થિત રહી આપણી જીવનશૈલીના નામે થતાં પ્લાસ્ટીકના બિનજરૂરી વપરાશને ઘટાડવાનું લક્ષ્ય રાખવું મહત્વપૂર્ણ છે, જેનો  પ્રારંભ કરવામાં તમારી સહાય કરવા માટે અમે અહીં ૮ નવીન રીતોની યાદી તૈયાર કરી છે, જે નીચે મુજબ છે:

૧. પાણીની બોટલ ખરીદવાનું ટાળો.

આ એક સરળ પણ અસરકારક ફેરફાર છે, જેને તમે તમારી જીવનશૈલીમાં અપનાવી શકો છો. વારંવાર વાપરી શકાય તેવી પાણીની બોટલ પોતાની સાથે લઈને ચાલવું એ પ્લાસ્ટિકનો વ્યય થતો ઓછો કરવા માટેની એક સ્માર્ટ રીત છે. પ્લાસ્ટિક બોટલના વપરાશ પર કાપ મુકવો એ સ્પષ્ટ પણે એક ઉત્તમ સમાધાન છે, ફક્ત અપવાદજનક સ્થિતિઓમાં, દા.ત: સ્વસ્થ વ્યક્તિને કોઈ દર્દીનો  એકબીજાનો ચેપ લાગવાની શક્યતાઓ હોય તો આ સમાધાન માન્ય રહેતું નથી. બહારની કોફી શોપ્સ પણ પ્લાસ્ટિક કે થાર્મોકોલના ગ્લાસની જગ્યાએ, તમારી ઈચ્છા મુજબ તમારી કોફી જરૂરથી તમારી બોટલ કે થર્મસમાં ભરી આપશે.

૨. જથ્થાબંધ ખરીદી.

ખરીદી કરતી વખતે જે તે પદાર્થ અને તેના પેકિંગની સરેરાશનો અંદાજ લગાવો, અને જે તે ઉત્પાદનના જરૂરીયાત પ્રમાણે ટૂંક સમયના અંતરાલે ૨-૩ નાનાં- નાનાં પેકેટ ખરીદવાને બદલે એક જ મોટું પેકેટ ખરીદી લો. દા.ત: ફ્લેવર વાળા દહીં ની નાની ડબ્બી, ટ્રાવેલ-સાઇઝના સાબુ, દંતમંજન, બદામના નાના પેકેટ વગેરે ખરીદવાની જગ્યાએ મોટા પેકિંગ ખરીદવાનું વલણ રાખો.  મોટા ભાગનો પ્લાસ્ટિકનો કચરો આપણાં રસોડામાંથી આવતો હોય છે. જેમાં મસાલા, ચા - કોફી, વેફરના પેકેટો, શાકભાજી માટે વપરાતી પ્લાસ્ટિકની થેલીઓ વગેરેનો સમાવેશ થાય છે. ખરીદારી માટે પોતાનો થેલો - થેલી કે બરણી લઇ જવી, અને વસ્તુઓની જરુરીયાત પ્રમાણે જથ્થાબંધ ખરીદી કરવી એ પેકેજિંગ દ્વારા થતા પ્લાસ્ટિક વ્યયને અટકાવવાના બે ઉત્તમ ઉપાયો છે.

૩. માસિક સ્ત્રાવ સમયે પ્લાસ્ટિકનો ન્યુનતમ વપરાશ કરતા ઉત્પાદનો અપનાવો.

પી-સેફ ના મેનસ્ટ્રલ કપથી લઇ સેન્ફેના પુનઃવપરાશ માટે અનુકુળ પૅડ સુધી, એવા ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે જે, માસિક સ્ત્રાવ સમયે ઉપયોગમાં આવતાં પ્લાસ્ટિકના પૅડની બદલે ઉપયોગમાં લઇ શકાય છે. આ બધા જ વિકલ્પોના ઉપયોગ થી જે પ્લાસ્ટિકમાં પૅડ અને ટેમ્પોન પેક થઇ ને આવે છે તેની ખપત ઘટાડી શકાય છે. જો તમારા માટે ટેમ્પોનસનો ઉપયોગ ટાળવું શક્ય નથી તો, પ્લાસ્ટિક એપ્લીકે ટર વાળા ટેમ્પોનનો ઉપયોગ કરવાનું ટાળો.

૪. ખરીદી માટે પુનઃ વાપરી શકાય એવો થેલો લઇ જાઓ.

પ્લાસ્ટિકની થેલી પર કર લાગુ કર્યા બાદ ઈંગ્લેંડમાં તેની ખપતમાં ૮૫% ઘટાડો નોંધવામાં આવ્યો છે. કર ના પ્રતાપે ઘણાં નાગરિકોને ખરીદારી કરતી વખતે એક વધારાની થેલી સાથે રાખવાની ફરજ પડી છે. અને જેઓને થેલી સાથે લેવાનું યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય તેઓ માટે ફોલ્ડ - અવે બેગ ઉપબ્ધ છે. જેને વારંવાર ઉપયોગમાં લઇ શકાય છે, અને જે તમારાં પાકીટમાં સરળતાથી સમાઈ શકે છે.

થોડાક ફેરફારો કરવાથી આપણી પ્લાસ્ટિકના જથ્થાની રોજબરોજની ખપતમાં નોંધપાત્ર ઘટાડો  કરી શકાય છે.

૫. માઈક્રોબીડ્સ ધરાવતાં ઉત્પાદનોનો વપરાશ ટાળો.

પ્લાસ્ટિક માઈક્રોબીડ્સનો ઉપયોગ ચેહેરા માટેના સ્ક્રબ, દંતમંજન, બૉડીવૉશ જેવાં ઉત્પાદનોમાં મોટા પાયે કરવામાં આવે છે. તમને સ્ક્રબ કરેલ, ફ્રેશ ચેહરાનો એહેસાસ આપવામાં પ્લાસ્ટિક માઈક્રોબીડ્સનો મોટો ફાળો છે. પ્લાસ્ટિક માઈક્રોબીડ્સ અત્યંત સુક્ષ્મ હોવાને લીધે, જળચર પ્રાણીઓ તેને સરળતાથી અરોગી લે છે, અને તે આપણી ગટર વ્યવસ્થાઓ દ્વારા આપણા મહાસાગરોમાં ઠલવાય છે.  વૈજ્ઞાનિકોના મતે, માઈક્રોબીડ્સ, અને અન્ય ઝીણા - ઝીણા પ્લાસ્ટિકના કણો, દરિયાઈ ખોરાક સ્વરૂપે આપણા પાચનતંત્ર સુધી પહોંચી રહ્યાં છે. અને આપણે, સમુદ્રના સર્વોચ્ચ શિકારી તરીકે, હવે આ પ્લાસ્ટિકનું સેવન કરીએ છીએ.

જ્યાં એક તરફ ઘણાં દેશો માઈક્રોબીડ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવી રહ્યાં છે; ત્યાં બીજી તરફ, અન્ય ઘણાં દેશોમાં માઈક્રોબીડ્સનું વેચાણ કોઈ અંકુશ વિના થઇ રહ્યું છે. પોલીઈથીલીન અને પોલીપ્રોપીલીન જેવી સ્કુબા સામગ્રીઓને ટાળવા માટે ઘટકોની યાદી વાંચીને જ, જે તે દરિયાઈ ખોરાકની ખરીદી કરો.

૬. ફૂડને પેક કરવા માટેની સામગ્રીનો ઉપયોગ ઘટાડો.

આપણે બધા સુપરમાર્કેટમાં વિવિધ પસંદગીઓ કરીને અથવા અલગ સ્થાનેથી ખરીદી કરીને પ્લાસ્ટિકની માત્રામાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. અને ખર્ચની બાબતે પણ જોવા જઈએ તો છૂટક ફળો અને શાકભાજી પેક કરેલ ફાળો અને શાકભાજીથી ઘણાં સસ્તાં પણ પડે છે.

૭. ટપરવૅરના ડબ્બાની અવેજીમાં કાચ અથવા સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરો.

ટપરવૅરના ડબ્બા નોકરી પેશા લોકો જેઓ ઓફિસમાં બપોરનું ભોજન કર છે; તેમના દિવસનો એક મહત્વનો ભાગ બની ગયા છે. અમે ટપરવૅરના ડબ્બાની અવેજીમાં કાચ અથવા સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરવાની ભલામણ કરીશું. જે ફક્ત વાતવરણ ને જ નહીં પણ તમારાં સ્વાસ્થ્યને પણ લાભદાયક નીવડી શકે છે, કારણ કે, કેટલાક પ્લાસ્ટિકના ડબ્બા ખતરનાક રસાયણિક સૈંયોજનો તમારાં ખોરાકમાં ભેળવી શકે છે.

૮. ઉત્પાદકોને પડકારવા જરૂરી છે.

ભલે આપણે આપણી આદતો અને વિચારો પર કામ કરી આપણી તરફ થી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાના બનતાં સંપૂર્ણ પ્રયાસો કરીએ, પણ આ સામાજિક જવાબદારીમાં કંપનીઓને પણ સામેલ કરવી અત્યંત જરૂરી છે. કારણ કે, તેમના વલણમાં આવો સકારત્મક ફેરફાર પ્લાસ્ટિકની ખપતને સારા એવા પ્રમાણમાં ઘટાડી શકે છે. જો તમે માનતા હોવ કે કોઈ કંપનીઓએ પેકેજિંગ બાબતે વાતાવરણ ને વધુ અનુકુળ આવે તવા ફેરફારો કરવાની જરૂરત છે તો, પત્ર લખો, ટ્વીટ કરો અથવા જે કંપની વાતાવરણના હિતમાં વધુ નિર્ણયો લેતી હોય તેના ઉતાપ્દાનો અપનાવો, ઉપરોક્ત અને તેના સિવાયના કોઈ પણ માધ્યમ દ્વારા કંપનીઓના ઉપરી સુધી તમારો આ મુદ્દો પહોંચાડો.

આપણી વાતાવરણ પ્રત્યેની બેદરકારી અને તેને થતાં નુકશાનની અવગણના એ આપણાદરિયાઈ સ્ત્રોતો માટે ખતરો બની ગઇ છે. શિક્ષણ અને જાગૃતિના પ્રયાસો તેમજ દરિયાઈ પર્યાવરણ માટે સક્રિયતા વિના ભાવિ પેઢીઓ માટે મહાસાગરોને બચાવી શકવાની શક્યતાઓ જૂજ છે. સમસ્યા ગંભીર છે, છતાં તેના સમાધાનો પણ ઉપલબ્ધ છે, અને વધુને વધુ લોકો આ બાબતે અવાજ ઉઠાવી આ પરિસ્થિતિમાં સારો ફેરફાર લાવવા માટે આગળ આવી રહ્યાં છે.

આપણે ગ્રાહકો તરીકે પોતાના વૉલેટ દ્વારા વૉટ કરી શકીએ છીએ. એટલે કે, પ્લાસ્ટિકનો બગાડ ઘટાડવાની ફરજ બજાવી રહ્યાં હોય; તેવા વ્યવસાય પાસેથી ખરીદી કરી, કૅફે, રેસ્ટોરનટ્સ જેવા ખાદ્ય પદાર્થોને લગતાં અન્ય વ્યવસાયો સાથે પ્લાસ્ટિકનો વાપરાશ ઘટાડવા અંગે વારંવાર ચર્ચાઓ અને આગ્રહો કરી, પ્લાસ્ટિક વપરાશના પ્રતિબંધને સમર્થન આપી, આ બાબતે કાર્યરત સંસ્થાઓને આર્થિક સહાય આપી, સમુદ્ર કિનારા અને સમુદ્રની સફાઈના કાર્યક્રમોમાં ભાગ લઈ, પ્લાસ્ટિકના કચરા વિશેના સમાચાર ફેલાવવામાં મદદ કરીને પર્યાવરણ બચાવ પવૃત્તિઓના સમર્થનમાં પોતાનું મુલ્યવાન યોગદાન આપી શકીએ છીએ.

નિષ્કર્ષ

આજે આપણા બધાનો એક ધ્યેય હોવો જોઈએ કે, ફક્ત આપણા કચરાને જ યોગ્ય રીતે રિસાયકલ કરવાનો અને અલગ પાડવાનો નથી, પરંતુ પ્લાસ્ટિકનો વપરાશ બને તેટલો ઓછો કરવાનો છે. આ પગલાંઓને અનુસરીને આપણે મહાસાગરોમાં પ્લાસ્ટિકની ઉપસ્થિતિ ઘટાડવાની ચળવળમાં સક્રિય પણે ભાગ લઈ રહ્યા છીએ. તમારા પોતાના પ્લાસ્ટિકના વપરાશને ઘટાડી, તમે તમારા પરિવાર, મિત્રો અને સહકાર્યકરોને; આ વર્તન આચરણમાં લાવવા માટે ઉદાહરણ પૂરું પડી શકો છો. આમ કરી તમે તમારાં તરફથી કરેલ પ્રયાસોના પરિણામ રુપ પર્યાવરણ પર સકારાત્મક અસરો થતી જોઈ શકશો.

Translated by- Venisha Pujara

Logged in user's profile picture

પ્લાસ્ટિક કચરો કેવી રીતે ઘટાડી શકાય?

પાણીની બોટલ ખરીદવાનું ટાળો

જથ્થાબંધ ખરીદી

માસિક સ્ત્રાવ સમયે પ્લાસ્ટિકનો ન્યુનતમ વપરાશ કરતા ઉત્પાદનો અપનાવો

ખરીદી માટે પુનઃ વાપરી શકાય એવો થેલો લઇ જાઓ

માઈક્રોબીડ્સ ધરાવતાં ઉત્પાદનોનો વપરાશ ટાળો

ફૂડને પેક કરવા માટેની સામગ્રીનો ઉપયોગ ઘટાડો

ટપરવૅરના ડબ્બાની અવેજીમાં કાચ અથવા સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરો

ઉત્પાદકોને પડકારવા જરૂરી છે

માસિક સ્રાવ દરમિયાન પ્લાસ્ટિકના વિકલ્પો શું છે
પી-સેફ ના મેનસ્ટ્રલ કપથી લઇ સેન્ફેના પુનઃવપરાશ માટે અનુકુળ પૅડ સુધી, એવા ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે જે, માસિક સ્ત્રાવ સમયે ઉપયોગમાં આવતાં પ્લાસ્ટિકના પૅડની બદલે ઉપયોગમાં લઇ શકાય છે. આ બધા જ વિકલ્પોના ઉપયોગ થી જે પ્લાસ્ટિકમાં પૅડ અને ટેમ્પોન પેક થઇ ને આવે છે તેની ખપત ઘટાડી શકાય છે. જો તમારા માટે ટેમ્પોનસનો ઉપયોગ ટાળવું શક્ય નથી તો, પ્લાસ્ટિક એપ્લીકે ટર વાળા ટેમ્પોનનો ઉપયોગ કરવાનું ટાળો.