ક્રિસ્પી ફૂડ માટે સ્ટોરેજ ટિપ્સ
5 minuteRead
 
                                    
                                
નાસ્તો એક એવી વસ્તુ છે કે જેની જરૂર હંમેશા પડતી જ રહે છે. સવારે ચા સાથે ને બપોર ની ઊંઘ લીધા પછી. તો શું તમે આ નાશ્તો બહાર થી લાવો છો કે પછી ઘરે બનાવો છો? જે પણ રસ્તો અપનાવતા હોવ, નાસ્તા ને સ્ટોર કરવા માટે ખૂબ કાળજી રાખવી પડતી હશે, જે થી તે ફ્રેશ રહે. બિસ્કિટ, વેફર, કે પછી ગરમ ગરમ થેપલા, ભજીયા, સમોસા જેવા નાસ્તા સારા લાગે. અમુક નાસ્તા અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય ને અમુક ૨-૩ દિવસ માં પતાવી દેવા પડે.
તો આજે તમને અહીંયા અમુક એવી ટિપ્સ મળશે જેનાથી તમે જે પણ ક્રિસ્પી ફૂડ બનાવો છો એને વધુ સમય સુધી ફ્રેશ રાખી શકો. ઘરે ખાવાનો નાશ્તો હોય કે પછી તમે ફરવા જતી વખતે લીધેલો હોય, આ ટિપ્સ ની મદદ થી તમે બધાજ નાસ્તા ને લાંબા સમય સુધી ફ્રેશ અને ક્રિસ્પી રાખી શકશો.
એર ટાઈટ ગ્લાસ જારનો ઉપયોગ કરો
કોઈ પણ ક્રિસ્પી નાશ્તો ભરવા માટે પેહલા તો એર ટાઈટ કન્ટેનર વાપરો. જો તમે ડબ્બો વાપરો છો તે ડબ્બો બરાબર બંધ નથી થતો તો અંદર રહેલો નાશ્તો ભેજ વાળો થઇ શકે છે. અને પ્લાસ્ટિક ના ડબ્બા બદલે કાંચ નો ડબ્બો વાપરવા થી પણ ખાવાનું વધારે સમય સુધી ફ્રેશ એન્ડ ક્રિસ્પી રહે છે. તો હવે બીજી વાર જયારે પણ તમે કોઈ નાશ્તો બીજા દિવસ માટે સ્ટોર કરવાનું વિચારતા હોવો તો એક એર ટાઈટ કાંચ ના ડબ્બા માં ભરીને ફ્રીઝ માં કે પછી બહાર પણ મૂકી શકો છો.
કોરો નાસ્તો હોય કે તળેલો, ફ્રેશ ખાવાનીજ માજા આવે. અને એવો સ્વાદ જાળવી રાખવા માટે બૌ જરૂરી છે કે આપડે નાસ્તા ને બરાબર રીતે સ્ટોર કરીયે.
ભેજથી દૂર રાખો
ચોમાસામાં સૌથી વધારે તકલીફ નાસ્તા સ્ટોર કરવામાં થાય છે. ભેજ ના કારણે બધાજ નાસ્તા હવાઈ જવાની સંભાવના રહે છે. તો જયારે પણ તમે નાસ્તા બનાવો તો એને એકદમ ધ્યાનથી હવા ના લાગે એવી જગ્યા એ સ્ટોર કરો. અને સૌથી મહત્વનું એ છે કે તમે ડબ્બા એવી જગ્યા એ મુકો કે જ્યાં ભેજ ના હોય. અને કોરો નાસ્તો હવાઈ ના જાય એ માટે ડબ્બા ના ઢાંકણા ની નીચે એક પ્લાસ્ટિક ની થેલી કે પછી પેપર કે પછી કોઈ કપડું પણ મૂકી શકાય. વચ્ચે એવું કૈક હોવાથી ભેજ લાગતા અટકી જશે અને નાશ્તો મસ્ટ કડક રહેશે.
વિવિધ જાર વાપરો
જો તમારા ઘરમાં એક સાથે બૌ બધા નાસ્તા બન્યા હોય કે પછી બહાર થી લાવવામાં આવ્યા હોય તો અલગ અલગ ડબ્બા વાપરો. એકજ ડબ્બા માં બધું ભરવાથી એક નાસ્તા ની સુગંધ અને સ્વાદ બીજા સાથે ભેગો થઇ જશે. આને લીધે બન્નેઓ સામગ્રી નો સ્વાદ બગડશે અને મજા નઈ આવે. ઘણી વાર એવું પણ બની શકે કે એક નાસ્તા નો ભેજ બીજા માં જતો રહે તો એ હવાઈ જાય. એટલે શ્રેષ્ઠ એજ છે કે તમે દરેક નાસ્તા માટે એક જુદો ડબ્બો રાખો જે થી તે ફ્રેશ અને ઓરિજિનલ સ્વાદ માંજ રહે.
તળેલા ખોરાકને યોગ્ય રીતે સંગ્રહિત કરવો જોઈએ
જો તમે નાસ્તો ક્યાંક બહાર ગામ જવા માટે પેક કરતા હોવો તો એની માટે અલગ પદ્ધતિ થી પેક કરવાનો રહેશે. સૌથી પહેલું ધ્યાન એ રાખવાનું કે ગરમ ગરમ નાસ્તો પેક ના કરી દેવો. ડબ્બા માં ભરતા પેહલા તેને ઠંડો થવાનો સમય ચોક્કસ આપવો. ઠંડો થયા બાદ તેને ફોઈલ કે પછી કોટન કપડામા વીંટાળીને એક ડબ્બા માં મૂકી શકો છો. આમ મુકવાથી તે ફ્રેશ રહેશે. અને વધારે તેલ હોય તો તેને પેક કરતા પેહલા પેપર નેપકીન માં તેલ નિતારી દેવું.
જો ગરમી નું વાતાવરણ હોય તો હવા ની અવાર જવર માટે સેજ જગ્યા રહે એવી રીતે પેક કરવો. ઠંડી માં તો નાસ્તો એમ પણ લાંબા સમય સુધી ફ્રેશ રહેશેજ. ગરમી માં થોડીક ચોક્કસાઈ પૂર્વક ધ્યાન રાખવું પડે છે.
થોડાક દિવસ નોજ નાસ્તો સ્ટોર કરવો
નાસ્તો ફ્રેશ રાખવાની ટિપ્સ થી તે સારો તો લાગશે પણ એનો મતલબ એ નથી કે તમે બૌ બધો બનાવીને રાખો કે ખરીદી લો. વધારેમાં વધારે એક અઠવાડિયા સુધીનોજ નાસ્તો બનાવીને સ્ટોર કરવો, તેનાથી વધારે સમય માટે સ્ટોર કરવાથી તેના સ્વાદ માં અંતર આવી જશે અને ખાવામાં મજા નહિ આવે. તે ઉપરાંત વાસી નાસ્તો ખાવાથી સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. તો હવે જયારે પણ તમે નાસ્તો બનાવો કે ખરીદી કરવા જાઓ તો એ વસ્તુ નું ચોક્કસ ધ્યાન રાખજો કે અઢળક માત્ર માં ખરીદી ના કરો અને થોડોક બનાવો.
તો હવે તમે આજ પછી જયારે પણ નાસ્તો સ્ટોર કરવાનો આવે તો આ વાત નું ચોક્કસ ધ્યાન રાખજો અને ચા સાથે ફ્રેશ નાસ્તા ની મજા લેજો.
Write, Record and Answer! Consume Unlimited Content! All you need to do is sign in and its absolutely free!
Continue with one click!!By signing up, you agree to our Terms and Conditions and Privacy Policy.
 
                


 
                                 
                                     
                                     
                                     
                                     
                                    