મહિલા દિવસ વિશેષ - ગુજરાતના 5 ઇન્ટરનેશનલ આઇકન

7 minute
Read

Highlights મહિલા દિવસ માટેની પ્રેરણા મેળવવા વાંચો ૫ મહિલા દ્વારા શરુ કરવામાં આવેલ સંસ્થા વિષે

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

મહિલાઓ દુનિયામાં બદલાવ લાવી રહી છે, એમાં તો કોઈ શંકા છેજ નહિ. ભણતર, વ્યવસાય કે પછી પરિવાર, મહિલાઓ ને બધુજ સંભાળતા આવડી ગયું છે. તારીખ ૮ માર્ચ ના મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. એ દિવસ રાખવાનો હેતુ એ છે કે મહિલાઓ ને લગતી અમુક બાબતો જેમ કે લિંગ સમાનતા, પ્રજનન અધિકારો અને મહિલાઓ સામે હિંસા અને દુર્વ્યવહાર પર લોકો નું ધ્યાન દોરાય. 

બરાબર વ્યવહાર ના કરવાથી લઈને, બરાબર તક ના મળવી, એ મહિલાઓ માટે બહુ સામાન્ય થઇ રહ્યું છે, પણ હવે નહિ! આ સમય માં મહિલાઓ પોતાના હક માટે લડતા શીખી ગઈ છે અને હવે એવું વાતાવરણ બની રહ્યું છે કે જ્યાં લોકો પણ મહિલાઓ ને પુરુષ ની બરાબર ગણે છે. આ પરિસ્થિતિ માં ખૂબ જરૂરી છે કે આવતી પીઢી, સફળ મહિલાઓ ની વાર્તાઓ સાંભળે અને તેમની પાસેથી પ્રેરણા લે. તો અહીંયા નીચે છે ૫ એવી સફળ કંપની જે મહિલાઓ દ્વારા શરુ કરવામાં આવી હતી અને અત્યારે ખૂબ સરસ કામ કરી રહી છે. 

1. લિજ્જત

લિજ્જતની શરૂઆત બોમ્બે ની સાત ગુજરાતી મહિલાઓએ કરી હતી. તેઓ એક માત્ર કૌશલ્ય એટલે કે રસોઇનો ઉપયોગ કરીને ટકાઉ આજીવિકા બનાવવાનું સાહસ શરૂ કરવા માગતા હતા. તે ૭ મહિલાઓ છે, જસવંતીબેન જમનાદાસ પોપટ, પાર્વતીબેન રામદાસ થોડાણી, ઉજમબેન નારણદાસ કુંડલીયા, બાનુબેન. એન.તન્ના, લગુબેન અમૃતલાલ ગોકાણી, જયાબેન વી. વિઠ્ઠલાણી, અને દિવાળીબેન લુક્કા. 

૮૦ રૂપિયા થી શરુ થયેલી આ મહિલા ગૃહ ઉદ્યોગ આજે ૧૬૦૦ કરોડ થી પણ વધારે નું વેચાણ કરે છે અને ૪૫૦૦૦ થી પણ વધારે મહિલાઓ ને રોજગાર આપે છે. પોતાની માટે આજીવિકા શરુ કરવાના હેતુ થી બનાવેલ લિજ્જત આજે કેટલા બધા લોકોની રોજગાર ની જરોરિયાત પુરી પાડે છે. લિજ્જત પાપડનો વ્યવસાય ભારતના 17 રાજ્યોમાં 82 શાખાઓમાં ફેલાયેલો છે. લિજ્જત પાપડ હાલમાં મર્ચન્ટ નિકાસકારોની મદદથી તેના ઉત્પાદનોની 25+ દેશોમાં નિકાસ કરે છે. 

2. ક્રાફ્ટ રૂટ્સ 

મહિલાઓ ને સશક્ત કરતી અને કલા ને સાચા પ્રશંસકો સાથે જોડતી એવી સંસ્થા નું નામ એટલે ક્રાફ્ટ રૂટ્સ. ગ્રામીણ વિસ્તારો માં કામ કાર્ય બાદ અને મહિલાઓ સાથે ખાસ્સો સમય વિતાવ્યા પછી શ્રી આનંદીબેન પટેલ અને અનાર બેન પટેલ દ્વારા શરુ કરવામાં આવેલ ગ્રામશ્રી ટ્રસ્ટ નોજ આ એક ભાગ છે. ગ્રામીણ મહિલાઓ ને ટ્રેનિંગ આપવી, કામ આપવું અને સશક્ત બનાવવાના દરેક પ્રયાસ ક્રાફ્ટ રૂટ્સ કરે છે. 

ગામો ની ખોવાઈ ગયેલી કલા આજે લોકો સુધી પોહ્ચાડવાનું કામ કરે છે ક્રાફ્ટ રૂટ્સ. આપડી ખરીદી હજારો કારીગરોની આજીવિકા પર સીધી અસર કરી શકે છે. આ સમજણ ને લોકો સુધી પોહ્ચાડવાની સાથે દરેક કલાકાર અને ગ્રામીણ વિસ્તાર માં વસ્તી મહિલાઓ ને આગળ વધવાનો એક અવસર આપે છે આ સંસ્થા.  

3. જસુબેન પીઝા

જસુબેન દ્વારા પિઝા ની શરૂઆત થઇ તિ એક નાનકડી દુકાન થી. લૉ ગાર્ડન ના પ્રખ્યાત વિસ્તાર માં લગભગ ૫૦ વર્ષ પેહલા પિઝા ને ગુજરાતીઓ ના સ્વાદ અનુસાર ઢાળ્યો અને એમાં મેળવી થોડી મીઠાસ. ખાંડ અને ગોળ નું મિશ્રણ કરી પિઝા ની ડીશ ને તેમને સેજ મીઠી બનાવી જેથી ગુજરાતી ઓ ને ખાવાની મજા આવે. 

એક થી વધીને આખા અમદાવાદ માં ૬ દુકાનો બની અને લોકો એ જસુ બેન ના પિઝા પર ખૂબ પ્રેમ વરસાવ્યો. એટલુંજ નહિ, એક કાર્યક્રમ માં તો જસુ બેન ના પિઝા ની પ્રશંશા પણ કરી હતી. આ થતાંજ અમદાવાદ માં સ્થિત આ પિઝા ને ખૂબ ખ્યાતિ મળી હતી. આમતો જસુ બેન ૯૦ ની સાડી માં પુણે શિફ્ટ થઇ ગયા હતા. પણ તેમના સાથીદાર જોરૃભાઈ એ આ પિઝા ની દુકાનો નું ધ્યાન રાખ્યું અને તેમને આગળ વધારી. 

4. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ કરિયર ડેવલપમેન્ટ

મહિલાઓ ને આર્થિક સશક્તિકરણ ની દિશામાં લઇ જવાની ચાહ થી ડૉ. હિના શાહ એ ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ કરિયર ડેવલપમેન્ટ (ICECD) ની શરૂઆત કરી હતી. મહિલાઓ માટેનો આ વિકાસ કાર્યક્રમ ગુજરાતમાંથી માત્ર 25 મહિલાઓ સાથે શરૂ થયો હતો. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને નાનો વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. તેમને ટેકો આપવામાં આવે છે જે આખરે તેમની નાણાકીય સ્થિતિ અને આત્મવિશ્વાસમાં સુધારો કરે છે.

ડો. હિના શાહનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં ઘણું બધું કરવા અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહિલાઓના યોગદાનને વધારવાનો છે. તેઓ સંસ્થામાં તમામ વય જૂથોની મહિલાઓને ઉત્થાન અને પ્રોત્સાહિત કરવા માટે બહુવિધ અભ્યાસક્રમો ચલાવે છે.

5. યુનિપેડ ઈન્ડિયા પ્રા. લિ

યુનિપેડ એ સુનિશ્ચિત કરે છે કે મહિલાઓને સસ્તા અને આરોગ્યપદ માસિક ઉત્પાદનો મળતા રહે. એની સાથે તેઓ ગામની મહિલાઓ ને સામેલ કરીને તેમની આજીવિકા પણ પુરી પડે છે. ગીતાબેન સોલંકી દ્વારા શરુ કરવામાં આવેલ આ સામાજિક વ્યવસાય સ્ત્રીઓને માસિક દરમ્યાન સ્વસ્થ રહેવાના ઉપાયો આપવાનો હેતુ ધરાવે છે. 

ગામની બહેનોની મદદ થીજ, રી-યુસેબલ, સસ્તા અને સ્વાસ્થ્ય નું ધ્યાન રાખે એવા કપડાં ના પેડ બનાવે છે. આમ બેહનો ને રોજગાર પણ મળી જાય છે અને તેમને પેડ પણ મળી શકે છે. કપડાં ના પેડ ત્યાં બનવાના કારણે તેની કિંમત પણ ઓછી આવે છે અને ડીસ્પોસેબલ પેડ ની સરખામણી એ આ પેડ વાપરવાનો ખર્ચ પણ ઓછો થાય છે. 

ગામ માં રહેતી બેહનો ખર્ચ બચાવવાની વૃત્તિ થી કપડું વાપર્યા કરે છે જે તેમને લાંબા સમય માં નુકસાન કરી શકે છે. દરેક પ્રકાર ના કપડાં વાપરવા સ્વસ્થ માટે સારા નથી હોતા. ખાસ રી-યુસેબલ પેડ વાપરવાથી અને ચોખ્ખાઈ રાખવાથી સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રહે છે અને ખર્ચ પણ ઓછો થાય છે. આ સંસ્થા દ્વારા ગ્રામીણ ક્ષેત્રો માં આ પ્રકાર ના કામો કરવામાં આવે છે અને બહેનોના જીવન ને વધુ બેહતર બનાવવા માં આવે છે. 

પ્રેરણા લો અને જીવં માં હંમેશા આગળ વધતા રહો. જ્યાં પણ તમને લાગે કે હવે આગળ જવું અઘરું છે, ત્યાંજ ધીરજ રાખીને કામ કરો. કારણ કે જો આ બધી મહિલાઓ સમાજ બદલવાનું કામ કરી શકે છે તો તમે કેમ નાઈ? 

Logged in user's profile picture