તમારા લગ્નની ઉજવણીના સ્થળની પસંદગી આ અદ્દભુત સ્થળોમાંથી કરો !
4 minuteRead
(You can read this Blog in English here)
શૂં તમે ટૂંક સમયમાં લગ્ન કરવાના છો ? હા ?! તો તમારા માટે સારા સમાચાર છે!
લગ્ન માટે એક યોગ્ય સ્થળ શોધવું અને નક્કી કરવું એ ઘણી સમય માંગી લેનાર પ્રક્રિયા છે. ખાસ કરીને જયારે તમે ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું વિચારી રહ્યા હોવ ત્યારે આ કામ અત્યંત જટિલ બની જાય છે. આ જટિલ અને સમય માંગી લેનાર કામને અત્યંત સરળ બનાવવા માટે, અમે ભારતના 5 એવા અદભુત સ્થળોની યાદી તૈયાર કરી છે, જે તમારી લગ્નવિધિને ભવ્ય અને યાદગાર બનાવી દેશે.
ચાલો તેમના પર એક નજર કરીએ!
જયપુર

મૂળસ્ત્રોત: weddingz.in
જો તમે ઈચ્છો છો કે તમારા લગગનની ઉજવણી કોઈ પરીકથાના અધ્યાય જેવી ભવ્ય અને યાદગાર બની રહે તો, આ ઈચ્છાની પૂરતી માટે એક ભવ્ય કિલ્લા થી વધુ ઉત્તમ કશું હોઈ શકે ખરું ?
સુંદર નૈસર્ગીક પૃષ્ઠભૂમિઓ, કલાકારીના અદભુત નમૂના ધરાવતી દીવાલો અને ગુંબજોથી સુશોભિત એવા મહેલમાં રાજા અને રાણીની જેમ લગ્નોત્સવની ઉજવણી કરો. જયપુરની તાજગીથી ભરપૂર આબોહવા, અને ભવ્ય સંસ્કૃતિ આપના આગમન માટે આતુર છે.
ગોવા

મૂળ સ્ત્રોત: curlytales
શું તમારા સાથીને દરિયા કિનારા અત્યંત પ્રિય છે? જો તમારો જવાબ છે ‘હા’ તો, ગોવાનું મનોહર પ્રાકૃતિક સોંદર્ય અને ચંચળ એવી લહેરો વાળા દરિયા કિનારા એ તમને અને તમારા સાથી માટે અન્ય કશા નો નહિ પણ એક નિર્મળ આનંદનું કારણ બની રહેશે.
સૂર્યાસ્તના આકર્ષક નજારાઓ સાથે અને પ્રખ્યાત ચર્ચોની ગોદમાં, તમારા લગ્ન તમારા સહિત બધા માટે હંમેશા યાદગાર પ્રસંગ બની રહેશે!
મસૂરી

મૂળ સ્ત્રોત: weddingsutra
મસૂરી પર્વતોને પ્રેમ કરતા લોકો માટે ફેન્સી છતાં સુખદ લગ્નનું આયોજન કરવા માટે એક યોગ્ય સ્થળ છે. બરફથી ઢંકાયેલા પર્વતો, જહર ઝરણાંનું સ્વચ્છ પાણી અને તાજી પર્વતીય હવા, આવા મનમોહક પરિસરમાં હાથે મેહંદી નો રંગ અને ગાલ પર લાલી થી સુશોભિત થઇ લગ્નોત્સવની શાન દાર રીતે કરી તમારા લગ્ન જીવનની શુભ શરુઆત કરો.
આગ્રા

મૂળ સ્ત્રોત: shaadiyari
લગ્ન જેવા પવિત્ર બંધનમાં બંધાવા માટે વિશ્વ વિખ્યાત એવું પ્રેમ પ્રતીક ધરાવતા શહેરથી સારી જગ્યા કઇ હોઇ શકે?
પ્રેમીઓનું સ્વર્ગ તરીકે ઓળખવામાં આવતું આગ્રા; એ ફક્ત તાજમહેલ જ નહીં પણ લગ્નોત્સવ માટે બિલકુલ યોગ્ય એવા અનેક આલિશાન રિસોર્ટસનું પણ સરનામું છે.
ઉદયપુર

મૂળ સ્ત્રોત: rajasthandestinationweddings
અમે સૌથી ઉત્તમ વિકલ્પને અંત માટે સાચવી રાખ્યો હતો. કેમકે, મિષ્ટાન્નો સૌથી વધુ આનંદ તો જમણવારના અંતે જ આવે ને?! તમારા સપનાના લગ્નની યોજના બનાવવા માટે અહીં ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે.
ભવ્ય રિસોર્ટ્સ અને સુંદર કિલ્લાઓ સાથે, સૌથી ભવ્ય સ્થાને શાહી લગ્નની ઉજવણીનો આનંદ માણવા તૈયાર થઇ જાઓ!
તમારા લગ્નની ઉજવણી માટે અનુકૂળ એવું સ્થળ પસંદ કરો અને અમને જરૂરથી કૉમેન્ટ કરી જણાવો કે તમે તમારા સપનાના લગ્નનું આયોજન કેવી રીતે કરશો!
સંબંધિત બ્લોગ - ગુજરાતમાં સ્ત્રીઓ માટે એકલા ફરવા માટેના 5 સ્થળો
સંબંધિત બ્લોગ - હટ્કે રંગ ધરાવતા લગ્નના પાનેતરોનો / લહેંગાનો ટ્રેન્ડ (બોલીવુડ પ્રેરિત) અને તેમને ખરીદવા માટે શ્રેષ્ઠ સ્થાનો
Write, Record and Answer! Consume Unlimited Content! All you need to do is sign in and its absolutely free!
Continue with one click!!By signing up, you agree to our Terms and Conditions and Privacy Policy.


